ભરૂચ મનરેગા કૌભાંડઃ વધુ ત્રણ લોકોની ધરપકડ, 21 કર્મચારીઓ સસ્પેન્ડ
ફરજમાં બેદરકારી બદલ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા, 2 કર્મચારીના રાજીનામા મંજૂર

હીરા જોટવા, દિગ્વિજય જોટવા, એજન્સીના પ્રોપરાઈટર અને વચેટિયા સહિત 6 લોકોની ધરપકડ

હીરા જોટવા, દિગ્વિજય જોટવા, એજન્સીના પ્રોપરાઈટર અને વચેટિયા સહિત 6 લોકોની ધરપકડ
ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં વધુ 3 લોકોની ધરપકડ સાથે કુલ 6 ની ધરપકડ કરવામાં આવી છે. દિગ્વિજય જોટવા સહિત ચાર આરોપીને કોર્ટમાં રજૂ પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં 21 આઉટ સોર્સિંગ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે કર્મચારીઓના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રસ્તાના કામોમાં રૂપિયા 7.30 કરોડનું મટિરિયલ કૌભાંડનો ખુલાસો થતાં પોલીસ ફરિયાદ નોંધીને તેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ શરૂ કરી છે. મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સભાડ અને જલારામ એન્ટરપ્રાઈઝના પિયુષ ઉકાણીની ધરપકડ કરવામાં આવી હતી. બંને એજન્સીઓ કોંગ્રેસ નેતા હીરા જોટવા સાથે જ સંકળાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. વચેટિયા સરમણ સોલંકીની પણ ધરપકડ કરીને પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. આ કૌભાંડમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મનરેગા કૌભાંડમાં આરોપીઓની ધરપકડની સાથે કર્મચારીઓ સામે તવાઈ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં 21 આઉટ સોર્સિંગ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે બે કર્મચારીના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડમાં કોન્ટ્રાક્ટર બાદ હવે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભરૂચ મનરેગા કૌભાંડનું કનેક્શન ગીર-સોમનાથ જિલ્લા સુધી પહોંચ્યું છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી હતી. હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજનામાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે SITની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના નામ ખુલ્યા હતા. ઓછુ મટીરીયલ સપ્લાય કરી વધારે મટીરીયલ બતાવી એજન્સીઓએ કૌભાંડ આચર્યુ હતુ. SITની તપાસમાં હીરા જોટવાનું નામ ખૂલ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી બંને એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા. પરંતુ કૌભાંડના તમામ નાણાં હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં જમા થયા છે. હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલી કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. કૌભાંડમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. મટિરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતથી નાણાં ચાઉં કર્યા હોવાનું બહાર આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?