ભાદરવી પૂનમ મેળો: 40.41 લાખ ભક્તોએ કર્યા દર્શન
ભાદરવી પૂનમના મેળામાં 7 દિવસમાં 40.41 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ભાદરવી પૂનમ મેળો 2025
ભાદરવી પૂનમ મેળો 2025
શક્તિપીઠ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના ભવ્ય અને ભક્તિભર્યા મહામેળાનો 2025નો તહેવાર વરસાદી માહોલ વચ્ચે પણ નિવિઘ્ને સંપન્ન થયો હતો. છેલ્લા 7 દિવસમાં અંબાજી ધામે કુલ 40.41 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માત્ર આજે એટલે કે મેળાના અંતિમ દિવસે જ 4.24 લાખથી વધુ ભક્તોએ માં અંબાના ચરણોમાં શિષ ઝૂકાવ્યા હતા. ભક્તોએ આ પાવન અવસરે માં અંબાને આવનારા નોરતાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
પદયાત્રિકો અને અન્ય ભક્તોની આસ્થા અડગ
આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 2025 દરમિયાન શરૂથી અંત સુધીમાં ભક્તોની ઉમટી પડેલી ભક્તિ શ્રદ્ધાનું દ્રશ્ય જોવા મળ્યું. ભલે વરસાદ વરસતો રહ્યો હોય, પરંતુ પદયાત્રિકો અને અન્ય ભક્તોની આસ્થા અડગ રહી હતી. આજે વહેલી સવારથી અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે મંદિરના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, છતાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા.
3070 ધજાઓ માં અંબાના શિખરે ચડાવી
આ સાથે જ આ 7 દિવસ દરમિયાન 3070 ધજાઓ માં અંબાના શિખરે ચડાવવામાં આવી હતી. આ સાથે 23.20 લાખ પેકેટ મોહનથાળ તથા 35,811 પેકેટ ચિકીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન 232.610 ગ્રામ સોનાની અને 500 ગ્રામ ચાંદીની આવક નોંધાઈ હતી. જે દર્શાવે છે કે ભક્તોએ ધન-ધાન્યથી પણ માં અંબા સામે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી.
અંતિમ દિવસે મેળામાં સેવા આપનારાઓનું સન્માન
ગઈકાલેના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરના દ્વાર વહેલાં બંધ કરવામાં આવ્યાં હતાં. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ વધુ સુગમ બનાવીને ભક્તો માટે સલામતી અને વ્યવસ્થિત પ્રવાહ જાળવવામાં આવ્યો હતો. અંતિમ દિવસે મેળામાં સેવા આપનારા તમામ વિભાગો, કર્મચારીઓ તથા સેવા કેમ્પોનું સન્માન પણ વિશેષ રીતે કરવામાં આવ્યું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.