અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ
અંબાજી
અંબાજી
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થયો છે. સાતમી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે તેવી સંભાવના છે. હાલમાં જ જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળા ગૂંજી ઉઠી છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 5 વાગ્યા પછી દર્શન બંધ રહેશે.
ભાદરવી પૂનમના મેળામાં વિશેષ વ્યવસ્થા
યાત્રાળુઓની સુવિધા માટે ભાદરવી પૂનમના મેળામાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધી રેલિંગ લગાવી દેવામાં આવી છે, જેથી દર્શનાર્થીઓ સરળતાથી લાઈનમાં ચાલી શકે. લાઈનમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દંડવત પ્રણામ કરતા યાત્રિકો, દિવ્યાંગો, વ્હીલ ચેરનો ઉપયોગ કરતા ભક્તો અને સિનિયર સિટીઝન માટે અલગ લાઈનની વ્યવસ્થા કરાઈ છે.
4 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઊભા કરાયા
આ સાથે જ વ્હીલચેર અને ઈ-રિક્ષા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મેળામાં 4 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આશરે 1200 બેડ, શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, CCTV કેમેરા અને સમાન રાખવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ છે.
ભવ્ય ડ્રોન લાઈટ શો મુખ્ય આકર્ષણ
આ વર્ષે ભાદરવી પૂનમના મેળાનું મુખ્ય આકર્ષણ 400 ડ્રોન દ્વારા યોજાનારો ભવ્ય ડ્રોન લાઈટ શો છે. 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે યોજાનારા આ શોમાં આકાશમાં રંગબેરંગી લાઈટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, 'જય માતાજી'નું લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતિકો જેવી અદભુત રચનાઓ જોવા મળશે. આ મેળામાં સુરક્ષા માટે 5000થી વધુ જવાનો 3 સ્તરીય પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે અને 332થી વધુ કેમેરા દ્વારા સમગ્ર મેળા પર નજર રાખવામાં આવી રહી છે.
35 પાર્કિંગ સ્થળો બનાવ્યા
મેળામાં આવતા ભક્તોની સુવિધા માટે કુલ 35 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે, જેમાં 22,541થી વધુ વાહનો પાર્ક કરી શકાશે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા 'Show My Parking' એપ દ્વારા ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે. પાર્કિંગથી મંદિર સુધી મફત મીની બસ સેવા પણ ઉપલબ્ધ છે.
30 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર
પ્રસાદ વિતરણ માટે 28 કેન્દ્રો ઊભા કરાયા છે, જ્યાં 750 કારીગરો દ્વારા આશરે 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તો માટે 4 સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહામેળા દરમિયાન દર્શનનો સમય સવારે 6થી 11.30 અને બપોરે 12.30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે આરતી સવારે 6 વાગ્યે થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?