બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ-વાવ જિલ્લો બનશે
9 મહાનગરપાલિકાની રચનાને કેબિનેટની મંજૂરી,

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ-વાવ જિલ્લો બનશે

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ-વાવ જિલ્લો બનશે
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં કેબિનેટના મહત્વના નિર્ણયો વિશે ચર્ચા કરી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, કેબિનેટની બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરાયો હતો. જે તેમના પરિવારને મોકલવામાં આવશે.
9 નવી મહાનગરપાલિકાઓની રચના માટે મંજૂરી
તેમણે બે નવી જાહેરાત અંગે જણાવ્યું કે, કેબિનેટ દ્વારા 9 નવી મહાનગરપાલિકાઓની રચના માટે મંજૂરી આપવામાં આવી છે. આથી ગુજરાતમાં અર્બન વિસ્તારોનો વિસ્તાર થશે અને નાગરિક વિકાસમાં વધારો થશે. 3 નોટિફિકેશનો બહાર પાડવામાં આવશે. એક, લાર્જર અર્બન એરિયા માટે, બીજું જીપીએમસી 49 લાગુ કરવા માટે અને ત્રીજું વહીવટદારની નિયુક્તિ માટે...વહીવટદારની નિમણૂક બાદ વોર્ડનો વિતરણ અને સીમા નિર્ધારણ થશે અને ત્યારબાદ મનપાની ચૂંટણી યોજાશે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન
કેબિનેટના નિર્ણય અનુસાર, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને એક નવો જિલ્લો રચવામાં આવશે, જેનું મુખ્ય મથક થરાદ હશે. નવા જિલ્લામાં 8 તાલુકા અને 4 નગરપાલિકાઓને સમાવિષ્ટ કરવામાં આવશે. બાકીના 6 તાલુકા અને 2 નગરપાલિકાઓ સાથે બનાસકાંઠા જિલ્લો રહેશે. વિભાજનથી બે જિલ્લામાં 600 જેટલા ગામો આવરી લેવામાં આવશે. તેના કારણે અંતર સરેરાશ 35થી 85 કિમી સુધી ઘટશે. આ વિકાસ માટે 8-9 મહિના લાગી શકે છે.
અમરેલી લેટરકાંડ મુદ્દે પ્રવકતા મંત્રીનું સ્પષ્ટીકરણ
અમરેલીમાં દીકરીના સરઘસની ઘટનામાં મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે, આ સરઘસ નહીં, પરંતુ રી-કન્સ્ટ્રકશન હતુ ..
પીએમજેવાય યોજના મુદ્દે પોલીસને સત્તા
તેમણે કહ્યું કે પીએમજેએવાય યોજનાના અમલ હેઠળ પોલીસને સત્તા આપવામાં આવી છે કે તે કોઈપણ ગુનામાં કાર્યવાહી કરી શકે છે. જો જરૂરી હોય તો, અધિકારીઓની સામેલગીરીની બાબતોની તપાસ કરી કર્મચારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.