બગોદરા હાઈવે અકસ્માત ઇકો કાર પલટતાં દુર્ઘટના!
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઇકો કાર 50 મીટર દૂર ફંગોળાઈ - એકનું મોત, 6ની હાલત ગંભીર.

બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત

બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત
બગોદરા-બાવળા નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાયલા મોગલધામ નજીક મુસાફરોથી ભરેલી એક ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય છ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચોટીલાથી પરત ફરતા યાત્રિકોને અકસ્માત નડ્યો
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે કોઈ લોકિક કાર્ય માટે જઈ રહ્યો હતો. અન્ય અહેવાલો મુજબ, કારમાં સવાર યાત્રિકો ચોટીલાથી દર્શન કરીને સાબરકાંઠા તરફ પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારના કુરચેકુરચા બોલી ગયા હતા અને વાહન લગભગ 50 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયું હતું.
ઘાયલો સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ
આ ગમખ્વાર ઘટનામાં 35 વર્ષીય યોગેશભાઈ (રહે. તલોદ)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા કુલ છ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમની ગંભીર ઈજાઓને કારણે તમામ ઘાયલોને વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાને પગલે બગોદરા-બાવળા હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને આસપાસના વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?