ખેડૂતો માટે માઠા સમાચાર: હજુ 4 દિવસ વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર: 5 નવેમ્બર બાદ રાહત મળવાની શક્યતા

4 દિવસ વરસાદ લેશે વિરામ

4 દિવસ વરસાદ લેશે વિરામ
ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે, જેને કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. આ આફતની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વર્તાઈ રહી છે. ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે, ત્યારે હવામાન વિભાગ (IMD) તરફથી વધુ ચિંતાજનક સમાચાર આવ્યા છે.
4 દિવસ સુધી વરસાદ, 40 કિ.મી.ની ઝડપે પવનIMD એ રાજ્યમાં હજુ 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 2 અને 3 નવેમ્બર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 4 અને 5 નવેમ્બરના રોજ રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા મહત્ત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ખેડૂતો માટે આ સમયગાળો સૌથી કસોટીરૂપ છે, કારણ કે સતત વરસાદ અને ઝડપી પવનથી ઊભા પાકને વધુ નુકસાન થવાની સંભાવના છે.
5 નવેમ્બર બાદ રાહતજોકે, હવામાન વિભાગે થોડી રાહતની વાત પણ જણાવી છે. 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત થઈ જશે.
ત્યાં સુધી, વહીવટી તંત્ર અને ખેડૂતોએ આ વરસાદી માહોલ સામે સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શક્ય હોય ત્યાં પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અથવા તાડપત્રી વડે ઢાંકવા જેવા પગલાં લેવા જોઈએ. કુદરતનો પ્રકોપ ક્યારે અટકશે અને સરકારી સહાય ક્યારે પહોંચશે, તેની રાહ જોઈને ધરતીનો તાત બેઠો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!