અટલ બ્રિજ બન્યો અમદાવાદનો ટુરિઝમ આઇકોન!
ત્રણ વર્ષમાં અટલ બ્રિજ પર 77.71 લાખ પ્રવાસીઓ, AMCને 27.70 કરોડથી વધુની આવક

અમદાવાદનો અટલ બ્રિજ

અમદાવાદનો અટલ બ્રિજ
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો આઇકોનિક અટલ ફૂટઓવર બ્રિજ ત્રણ વર્ષમાં અમદાવાદીઓ સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) ના તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ 2022થી ઓક્ટોબર 2025 સુધી કુલ 77.71 લાખ પ્રવાસીઓએ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક થઈ છે.
એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 સુધીના ફક્ત સાત મહિનામાં જ 8.51 લાખ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી, જે દર્શાવે છે કે અટલ બ્રિજ અમદાવાદના લોકપ્રિય ડેસ્ટિનેશન તરીકે ઉભર્યો છે.
અમદાવાદનું આધુનિક અને વારસાગત સંમિશ્રણ
ગુજરાતનું સૌથી અદ્યતન શહેર તરીકે ઓળખાતું અમદાવાદ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, શહેરમાં પ્રવાસન આકર્ષણોને વધુ સક્રિય બનાવવામાં આવ્યા છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જૂની પોળ સંસ્કૃતિ અને હેરિટેજ વૉક જેવા સ્થળો પ્રવાસીઓને અનોખો અનુભવ આપે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર અને ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિક બની ગયો છે.
વર્ષવાર પ્રવાસીઓ અને આવકના આંકડા
SRFDCLના આંકડા મુજબ,
આ રીતે કુલ 77.71 લાખ પ્રવાસીઓએ ત્રણ વર્ષમાં મુલાકાત લીધી છે, અને AMCને ₹27.70 કરોડથી વધુ આવક થઈ છે.
₹74 કરોડના પ્રોજેક્ટમાંથી 37% રકમ વસૂલ
અટલ બ્રિજ આશરે ₹74 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. અત્યાર સુધીમાં AMCએ તેના ખર્ચના 37%થી વધુ રકમ આવક રૂપે વસૂલ કરી છે, જે શહેરના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?