મોડાસામાં ચાલતી એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત
આ દુર્ઘટનામાં 1 દિવસના નવજાત બાળક, ડૉક્ટર, નર્સ અને અન્ય 1 વ્યક્તિનું આગમાં બળવાથી મોત થયુ

એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત

એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત
અરવલ્લીના મોડાસા ખાતે રાણાસૈયદ ચોકડી નજીક મોડાસા-શામળાજી હાઈવે પર એક દુર્ઘટના સર્જાઈ. મોડાસાની 'રિચ હોસ્પિટલ'ની એક ખાનગી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં સવાર એક દિવસના માસૂમ બાળક સહિત કુલ 4 વ્યક્તિઓ જીવતા બળવાના કારણે મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ, આ એમ્બ્યુલન્સમાં એક દિવસના નવજાત બાળકને વધુ સારવાર માટે અમદાવાદની 'ઓરેન્જ હોસ્પિટલ' તરફ લઈ જવામાં આવી રહ્યું હતું. એમ્બ્યુલન્સમાં બાળક, ડૉક્ટર, નર્સ અને બાળકના સંબંધી સહિત કુલ 6 લોકો સવાર હતા.
એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઊઠી
રાણાસૈયદ ચોકડી પાસે અચાનક એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ભીષણ આગના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા ચાલક અને બાળકના એક સંબંધી સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, પાછળના ભાગે બેઠેલા 4 વ્યક્તિઓમાં ડૉક્ટર, નર્સ, બાળક અને અન્ય એક વ્યક્તિ આગની લપેટમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય 2 દાઝી ગયેલા વ્યક્તિઓને તાત્કાલિક મોડાસાની AIMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં વધુ 1 વ્યક્તિનું મોત થયું હતું, જેથી કુલ મૃત્યુઆંક 4 થયો છે.
આ પણ વાંચો: હાસિના ચુકાદા પહેલા ઢાકા હિંસાથી ધગધગ્યું
આંખના પલકારામાં એમ્બ્યુલન્સ બળીને ખાખ
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર ચાલતી એમ્બ્યુલન્સ અચાનક આગનો ગોળો બની જતી જોવા મળે છે. આગ એટલી ભીષણ હતી કે, આંખના પલકારામાં આખી એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ મોડાસા પાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે, અને ચાર મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?