ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ
5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, નવરાત્રિમાં ખેલૈયાઓ મુશ્કેલીમાં
વાદલડી વરસી રે...
વાદલડી વરસી રે...
સાદની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચ્છ, જામનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.
1 ઑક્ટોબરની આગાહી: યલો એલર્ટઆવતીકાલે (1 ઑક્ટોબર) દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2 ઑક્ટોબરની આગાહી: યલો એલર્ટ2 ઑક્ટોબરે કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.
3-5 ઑક્ટોબર: હળવા વરસાદની શક્યતા3થી 5 ઑક્ટોબર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન નવરાત્રિના આયોજનોને લઈને આયોજકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
નવરાત્રિ પર અસરનવરાત્રિના ઉત્સવ દરમિયાન વરસાદના કારણે ગરબા અને ડાંડિયાના આયોજનો પર નોંધપાત્ર અસર પડી છે. ખેલૈયાઓને ખુલ્લા મેદાનોમાં ગરબા રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આયોજકો વરસાદથી બચવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા મજબૂર બન્યા છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીનાં પગલાં લેવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?