હવાામન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી
ગુજરાતમાં હજુ ઠંડીનું જોર ઘટશે નહી, હજુ પણ ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે. આગામી બે દિવસોમાં ઠંડી દેખાડશે પોતાનો ચમકારો.

સ્વેટરને હજુ મુકતા નહી

સ્વેટરને હજુ મુકતા નહી
ગુજરાતીઓ હજુ સ્વેચર અને બ્લેન્ડેટને કબાટમાં ન મુકતા, કારણકે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી દ્વારા આવનારા 24 કલાકમાં ફરી એક કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં દિવસે ગરમીનો અહેસાશ થઈ રહ્યો છે, જ્યારે સવારમાં સાન્ય એવી ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ આવનારા થોડા દિવસોમાં ફરી ઠંડી પોતાનો રંગ બતાતવા ગુજરાત પર પોતાનું જોર જમાવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરી પલટો આવશે.
તો બીજી તરફ અનેક શહેરોમાં ઠંડીના કારણે હ્રદય રોગના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો ગુજરાતના વિવિધ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા લગભગ 13 જેટલા જિલ્લાઓમાં હ્રદયના દર્દીઓમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં 65 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લામાં 58 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જયારે સમગ્ર ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવેતો તેમાં 19 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે 5144 હ્રદયના દર્દીઓની સંખ્યા જોવા મળી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.