ગુજરાતમાં માવઠાંએ વધુ એક ખેડૂતનો ભોગ લીધો
ભાવનગરના શિહોર તાલુકાના રબારીકાના ખેડૂતે પાક બગડતાં આત્મહત્યા કરી, રાજ્યમાં ત્રીજી ઘટના

શિહોર તાલુકાના રબારીકા ગામના ખેડૂતે આત્મહત્યા કરતાં પરિવારજનો શોકમાં ગરકાવ

શિહોર તાલુકાના રબારીકા ગામના ખેડૂતે આત્મહત્યા કરતાં પરિવારજનો શોકમાં ગરકાવ
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવનમાં ફરી સંકટના વાદળો ઘેરાયા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના 65 વર્ષિય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ખેડૂતની આત્મહત્યાની ત્રીજી ઘટના છે. જે ખેડૂતોની આર્થિક સ્થિતિની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.
મળતી માહિતી મુજબ, ધનજીભાઈ જાનીએ પોતાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદના કારણે બંને પાક બગડી ગયા હતા. ખેતી માટે લીધેલું બિયારણ અને દેવાની રકમ ચૂકવવાની ચિંતા વચ્ચે તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આર્થિક સંકડામણ અને સતત વરસાદના કારણે ખેડૂત વર્ગ ભારે તણાવમાં છે. મોરબી, અમરેલી, રાજકોટ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અનેક દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ ગુજરાતમાં અંદાજે 30 લાખ હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ ખરીફ પાકને નુકસાન થયું છે.
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસમાં ખેડૂતની આત્મહત્યાની ત્રીજી ઘટના બની છે. અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણપુર તાલુકાના માનપુર ગામના 37 વર્ષિય કરશનભાઈ વાનનોટિયાએ આત્મહત્યા કરી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામના 49 વર્ષિય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉનડે પણ આત્મહત્યા કરી હતી.
વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની અને દેવા માફી કરવાની માંગણી કરી છે. કોંગ્રેસ દ્વારા હાલમાં સોમનાથથી દ્વારકા સુધીની 'ખેડૂત આક્રોશ યાત્રા' શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને 100 ટકા વળતર આપવાની માગ કરવામાં આવી છે.
ખેડૂતની આત્મહત્યા કરવાની ઘટના ફરી એક વખત સ્પષ્ટ કરે છે કે કુદરતી આપદાઓ અને સરકારના અપર્યાપ્ત સહાય પેકેજ વચ્ચે ખેડૂતોના જીવન પર તીવ્ર આઘાત પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?