કિંજલ દવેની નવરાત્રીમાં વધુ એક વિવાદ
ખેલૈયાઓનો મૂડ બગડતા કિંજલ દવેનો પણ મૂડ બગડ્યો

કિંજલ દવે

કિંજલ દવે
નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઘણી બધી ઘટનાઓ ચર્ચાના મુદ્દા બની રહી છે ત્યારે સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર કિંજલ દવેની નવરાત્રીમાં વધુ એક વિવાદ સર્જાયો છે.. આ નવરાત્રીમાં કિંજલ દવે ગરબાથી વધારે ચર્ચાનો મુદ્દો બની છે..જ્યાં ખેલૈયાઓ આખું વર્ષ નવરાત્રીની રાહ જોતા હોય છે. ત્યાં નવરાત્રીમાં ક્યારેક સાઉન્ડના ડખા થયા તો ક્યારેય ઓવર ક્રાઉડેડ હોવા સહિત સાઉન્ડ સિસ્ટમનો નવો એક વિવાદ સામે આવ્યો છે..ત્યારે સાઉન્ડ બંધ થઈ જતા ખેલૈયાઓએ હુરિયો બોલાવ્યો હતો.
બીજી તરફ ખેલૈયાઓનો મૂડ બગડતા કિંજલ દવેનો પણ મૂડ બગડ્યો હતો.ત્યારે એમ લાગી રહ્યુ છે કે આયોજકોને જાણે રૂપિયા કમાવામાં જ રસ હોય તેમ સાઉન્ડ સિસ્ટમ સુધારવા માટે કોઈ પ્રયાસ કર્યો નહીં ઉપરાંત એક બે વખત નહીં પરંતુ ચાર ચાર વખત સાઉન્ડ બંધ પડયો ત્યારે કિંજલ દવે ફરજિયાત ગાવામાંથી બ્રેક લેવો પડ્યો હતો જેના કારણે ખેલૈયાનો મૂડ બગડ્યો હતો
કિંજલ દવેએ સ્પષ્ટ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે બીજી અંદર જનારા લોકોને ઊભા રહેવાની જગ્યા નથી મળતી. લોકો હેરાન થતા જોવા મળ્યા.
યશ્વી નવરાત્રીના આયોજકો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ રાજકારણીઓ પોતાના નજીકના હોવાના નામની ઢોંસ આપતા હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલેકે, કિંજલ દવેની નવરાત્રીના આયોજકોએ છેલ્લા બે દિવસથી ઓવર ક્રાઉડેડ નવરાત્રી કરી દીધી છે. ત્યારે પોલીસ લાચાર પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોતી હોય તેવું છેલ્લા ત્રણ દિવસથી દેખાઈ રહ્યું છે. બે દિવસ પૂર્વે જ પોલીસ કમિશનરની હાજરીમાં જ સ્ટેજની નીચે જ કાળોતરો સાપ મળી આવ્યો હતો.. એ દુર્ઘટનાના પડઘા હજુ સમાયા નથી ત્યાં નવરાત્રી ઓવર ક્રાઉડેડ હોવા સહિત સાઉન્ડ સિસ્ટમનો નવો એક વિવાદ સામે આવ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?