Air India ની બેદરકારી? Ahmedabad માં વધુ એક હવાઈ સંકટ, AI159 રદ થતા મુસાફરો અટવાયા!
દિલ્હીથી અમદાવાદ થઈને લંડન જનારી આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ...

લંડન જતી ફલાઈટો પર 'ગ્રહણ'...

લંડન જતી ફલાઈટો પર 'ગ્રહણ'...
અમદાવાદ (Ahmedabad)માં તાજેતરમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને હજુ એક અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં શહેરના હવાઈ મુસાફરો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લંડન જઈ રહેલી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટ AI159 ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવતા મુસાફરો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર વિમાન સુરક્ષા અને જાળવણીના ધોરણો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ રદ...
દિલ્હીથી અમદાવાદ (Ahmedabad) થઈને લંડન જનારી આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે ઉડાન ભરવાની હતી. જોકે, રૂટિન ઇન્સ્પેક્શન દરમિયાન વિમાનમાં ગંભીર તકનીકી ખામી મળી આવતા તેને રદ કરવાનો નિર્ણય લેવાયો. આવા સમયે, મુસાફરોમાં, ખાસ કરીને તાજેતરની દુર્ઘટનાના ભયને કારણે, ભારે ભય અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો હતો. મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો કે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ ગઈ, નહીં તો વધુ એક મોટી દુર્ઘટના ટળી શકી હોત.
વિમાન દુર્ઘટનાનો કડવો અનુભવ...
અમદાવાદે (Ahmedabad) હજી તાજેતરમાં જ એક મોટી વિમાન દુર્ઘટનાનો કડવો અનુભવ કર્યો છે, જેમાં 240 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાના ઘેરા પડઘા હજી શાંત થયા નથી, ત્યારે આ બીજી ઘટના મુસાફરોમાં એરલાઈન્સની સુરક્ષા વ્યવસ્થા અને વિમાનોની જાળવણી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. શું એરલાઈન્સ કંપનીઓ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, કે પછી માત્ર નફાખોરી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે?
આ પણ વાંચો : Ahmedabad : વિમાનના અવાજથી થરથરે છે મેઘાણીનગર, ક્રેશ પોઈન્ટ નજીક વિસ્તારોમાં હજુ પણ ભયનો માહોલ!
મુસાફરોની હાલાકી અને એરલાઈન્સની જવાબદારી...
ફ્લાઈટ રદ થવાને કારણે લંડન જઈ રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક મુસાફરોએ કનેક્ટિંગ ફ્લાઈટ્સ ગુમાવી, જ્યારે અન્યોને રહેવા અને અન્ય વ્યવસ્થા માટે ભારે મુશ્કેલી પડી. આવા સંજોગોમાં એરલાઈન્સની જવાબદારી બને છે કે તેઓ મુસાફરોને પૂરતી સુવિધા અને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે.
આ પણ વાંચો : ચમત્કારનો પર્યાય બનેલા વિશ્વાસ કુમારને અગનગોળામાંથી બહાર આવતા જુઓ..
તપાસ અને કાર્યવાહીની માંગ...
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ. ટેક્નિકલ ખામી કયા સ્તરે હતી? તેની જાળવણીમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી? અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે શું પગલાં ભરવામાં આવશે? આ તમામ પ્રશ્નોના જવાબો મેળવીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી મુસાફરોનો હવાઈ મુસાફરી પ્રત્યેનો વિશ્વાસ પુનર્જીવિત થઈ શકે.
આ પણ વાંચો : 54 DNA નિષ્ણાતોની ટીમમાં 22 મહિલાઓ; દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.