અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો...
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે જેલમાં સરેન્ડર થવું પડશે, સુપ્રિમ કોર્ટ દ્વારા કરાયો આદેશ
અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી
અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી
ગોંડલના રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાને એક કાયદાકીય મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેમને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ પછી અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં પરત ફરવું પડશે.
આ મામલો 1988ના પોપટભાઈ સોરઠીયાની હત્યા સાથે જોડાયેલો છે. 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જોકે, પાછળથી સરકારે તેમની સજા માફ કરી દીધી હતી. હાઈકોર્ટે સરકારના આ નિર્ણયને ગેરકાનૂની ગણાવીને રદ કર્યો હતો અને અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર થવા માટે જણાવ્યું હતું.
હાઈકોર્ટના આ હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેન્ચે તેમને કોઈ રાહત આપી ન હતી. આ આદેશથી સ્પષ્ટ થયું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં સરેન્ડર થવું જ પડશે.
અહીં નોંધનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા છેલ્લા ચાર મહિનાથી અમિત ખુટી આપઘાત કેસમાં ફરાર છે. તેઓ વોન્ટેડ હોવા છતાં, પોલીસે તેમને શોધી શકી નથી. હાઈકોર્ટના સજા માફી રદ કરવાના ચુકાદા બાદ પણ પોલીસને કોઈ ચોક્કસ ડાયરેક્શન આપવામાં આવ્યું ન હતું, પરંતુ પોલીસ પહેલેથી જ તેમને શોધી રહી હતી. આ નવો આદેશ તેમના માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે અનિરુદ્ધસિંહ જાડેજાને હવે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો. સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને જાળવી રાખ્યો છે અને આદેશ કર્યો છે કે જો અનિરુદ્ધસિંહ જાડેજા 18 સપ્ટેમ્બર સુધીમાં પોલીસ સમક્ષ હાજર નહી થાયો તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, આપને જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજાનો પુત્ર રાજદિપસિંહ જાડેજા પણ એક કેસમાં હાલ ફરાર છે. જેના પર અમિત ખુટની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ત્યારે હવે જોવાનુ એ રહેશે કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયબાદ અનિરુદ્ધસિંહ જાડેજા હવે ક્યારે હાજર થાય છે. અત્યારે તો પોલીસના ચોપડે તે ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?