આણંદ-પાદરા બ્રિજ થયો ધરાશાયી, 6ના થયા મૃત્યુ, NDRFની ટીમે કામગીરી કરી શરૂ
સરકાર અને CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કાર્યવાહી કરી. NDRFની ટીમો મોકલાવામાં આવી.

NDRFની ટીમે કામગીરી કરી શરૂ

NDRFની ટીમે કામગીરી કરી શરૂ
આણંદ જિલ્લામાં આવેલા આણંદ-પાદરા માર્ગ પરનો પાદરા બ્રિજ આજે સવારે અચાનક ધરાશાયી થતા ભારે ભયાનક દૃશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં 6ના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં તરત જ એનડીઆરએફ (NDRF)ની એક ટીમને રાહત અને બચાવ કાર્ય માટે સ્થળ પર રવાના કરવામાં આવી છે.
તાજેતરમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની સાથે-સાથે બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડા દિવસ પહેલા જ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે ભવિષ્યમાં માત્ર ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર્સને કામ આપવા માટે સૂચનાઓ આપી હતી.
આજની દુર્ઘટનાની જાણ થતાં રાજ્ય સરકાર તરત જ હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ ધરાશાયી થવા અંગે તમામ વિગતો મેળવી છે. રાજ્યના પ્રભારી હર્ષ સંઘવીએ આણંદ કલેક્ટર સાથે વાતચીત કરીને સમગ્ર સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે સીધી વાત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. આશંકા છે કે, આજે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ગંભીરતાથી ચર્ચાઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!