આણંદમાં પિઝામાંથી નીકળી માખી અને વાળ, રેસ્ટોરન્ટોની સ્વચ્છતા પર ઉઠ્યા સવાલ
આણંદની જાણીતી હોટલમાં પિઝામાંથી માખી અને વાળ મળ્યા બાદ ગ્રાહકે વીડિયો ઉતાર્યો અને હોટલ કર્મચારીઓને અવગત કર્યા, હોટલોની સ્વચ્છતા પર એકવાર પ્રશ્નચિહ્ન.

પીઝામાંથી નીકળ્યો વાળ

પીઝામાંથી નીકળ્યો વાળ
આજકાલ બહાર ખાવાનું ચલણ વધી ગયું છે, પણ આ ચાલ તમારી તબિયત માટે જોખમી સાબિત થઈ શકે છે. બહાર જે ખોરાક મળતો હોય તેની પાછળ કેટલી સફાઈ અને કાળજી રાખવામાં આવે છે એ ઘણા લોકો જાણતા નથી. લોકો આંખ બંધ કરીને માનીને ચાલે છે કે, ખોરાક શુદ્ધ અને સલામત હશે – પરંતુ આ ભરોસો ઘણીવાર તૂટી જાય છે.
આવા જ એક બનાવમાં આણંદની એક જાણીતી હોટલમાંથી મંગાવવામાં આવેલા પિઝામાંથી ગ્રાહકને માખી અને વાળ મળ્યા હતા. ગ્રાહકે તરત જ પિઝાનો વીડિયો ઉતારી હોટલના કર્મચારીને બતાવ્યો. વીડિયોમાં સ્પષ્ટ રીતે પિઝાની અંદર માખી ચોંટેલી જોઈ શકાય છે. આ ઘટનાએ લોકોને દચકાવ્યા છે - વિચાર કરો કે, જો આવો પિઝા કોઈએ ખાધો હોત તો શું પરિણામ થઈ શકે?
આ ઘટના બાદ ફરીવાર બહારના ખોરાકની ગુણવત્તા અને હોટલોમાં થતી બેદરકારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે - ક્યારેક ખોરાકમાંથી જીવડાં નીકળે છે, તો ક્યારે વંદો કે ગરોળીની પૂંછડી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!