બે બાઇક સામસામે અથડાઈ, 3 પરિવારોમાં માતમ
આણંદ-બોરસદ રોડ પર બે બાઇકની જોરદાર ટક્કર બાદ 6 યુવકો રસ્તા પર ફંગોળાયા

આણંદ-બોરસદ રોડ અકસ્માત

આણંદ-બોરસદ રોડ અકસ્માત
Anand Borsad Road Accident: આણંદ જિલ્લામાં આણંદ-બોરસદ રોડ પર વાંસખીલીયા ગામની સીમમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇક સામસામે અથડાતા થયેલા આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક બચાવ અને સારવારની કામગીરી હાથ ધરાઈ હતી.
આણંદ-બોરસદ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ
મળતી માહિતી મુજબ, આણંદ-બોરસદ રોડ પર નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને બાઇકને ભારે નુકસાન થયું હતું અને બાઇક પર સવાર છ યુવકો રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.
ત્રણ યુવકોના મોત, પરિવારોમાં શોક
આ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે અરમાન રફીક રાણા, સમીર રાજેશ રાણા અને અંસાર ઝુબેર બેલીમનું મોત થયું છે. ત્રણ યુવકોના મોતના સમાચાર મળતા નાપાવાંટા અને બોરસદ પંથકમાં શોકનો માહોલ છવાયો છે. એકસાથે ત્રણ યુવાનોના મોતથી પરિવારજનો અને સગા-સંબંધીઓમાં આક્રંદ છવાયો હતો.
અકસ્માતમાં ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ અકસ્માતમાં અન્ય ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં નાપાવાંટાના તનવીર રાણા તેમજ બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને કરમસદની મેડિકલ કોલેજ અને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
આણંદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ કરી હતી. અકસ્માતને પગલે આણંદ-બોરસદ રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી અને લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બંને બાઇક કયા સંજોગોમાં સામસામે અથડાઈ, અકસ્માત સમયે બાઇકની ઝડપ કેટલી હતી અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવી શકે છે. આણંદ-બોરસદ રોડ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના મોત અને ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હાલ પોલીસ તપાસ અને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

AMCએ જાહેર રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ધુમાડો છવાયો અને પછી મચી દોડધામ!

અમદાવાદમાં રોજ 211 લોકો કૂતરાંના શિકાર બની રહ્યા છે!