9 મનપાની પહેલી ટર્મમાં એક OBC પુરુષ મેયર બની શકશે!
મહેસાણા અને વાપી મનપામાં પહેલી ટર્મમાં મેયર પદ OBC મહિલા માટે રહેશે અનામત

પોરબંદર, નવસારી અને નડિયાદ મનપામાં પહેલી ટર્મમાં મેયરનું પદ ‘સામાન્ય’ રહેશે

પોરબંદર, નવસારી અને નડિયાદ મનપામાં પહેલી ટર્મમાં મેયરનું પદ ‘સામાન્ય’ રહેશે
ગુજરાતમાં સુપ્રિમકોર્ટના આદેશ બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનપ્રતિનિધિત્વ માટે OBC માટે 10 ટકા બેઠકો વધારીને 27 ટકા કરી છે. તેના કારણે ઓબીસીના રાજકીય પ્રતિનિધિત્વની તકમાં 17 ટકાનો વધારો થયો છે. જો કે, મેયરપદે પુરુષ કરતા મહિલાને પ્રથમ તક ઉપલબ્ધ કરાવાયું હોય તેવું ચિત્ર શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ઉપસ્યુ છે.
શહેરી વિકાસ વિભાગે નવી બનેલી 9 મહાનગરપાલિકાના રોટેશન સંબંધિત ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યુ છે. 9 મનપા પૈકી 3 મનપામાં પ્રથમ અઢી વર્ષની પહેલી ટર્મમાં મેયરપદ OBC સમાજ માટે અનામત રાખવામાં આવ્યા છે. જેમાંથી બે મહિલા અને પુરૂષ માટે માત્ર એક જ છે.
રાજ્ય ચૂંટણી આયોગ 9 નવી અને 6 હયાત મળીને 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 250 તાલુકા પંચાયતો તેમજ 71 નગરપાલિકાઓમાં જાન્યુઆરી-2026માં સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યુ છે. રાજકીય પક્ષો સાથે સીમાકંન સંબંધિત મુદ્દે પરામર્શ બેઠકો કરવામાં આવી રહી છે. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અમલમાં આવેલી 27 ટકા અનામતને સાંકળીને શહેરી વિકાસ વિભાગે નવરચિત 9 મહાનગરપાલિકામાં મેયરપદ માટે અનામતના શિડ્યૂલ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં અઢી વર્ષની પહેલી ટર્મ માટે નવસારી, પોરબંદર અને નડિયાદમાં મેયરપદ 'સામાન્ય' રાખવા અને કરમસદ-આણંદ તેમજ ગાંધીધામમાં ‘મહિલા' માટે અનામત રાખવા સુચવાયુ છે.
પાંચ મહાનગરપાલિકા સિવાય સુરેન્દ્રનગરમાં પહેલી ટર્મ અનુસૂચિત જાતિ માટે રિર્ઝવ રખાયુ છે. જ્યારે મહેસાણા અને વાપીમાં પહેલી ટર્મનું મેયરપદ 'OBC મહિલા' માટે અનામત રાખવામાં આવ્યું છે. જ્યારે એકમાત્ર મોરબીમાં પહેલી ટર્મ ‘OBC'ને માટે અનામત રાખવામાં આવી છે. મોરબીમાં પહેલી ટર્મના મેયર પદે OBC પુરૂષ માટે અનામત રાખવામાં આવી છે.
9 મહાનગરપાલિકાના મેયરપદની ગોઠવણમાં બીજી ટર્મ અર્થાત બીજા અઢી વર્ષમાં OBC પુરૂષ માટે ગાંધીધામમાં અનામત રાખવામાં આવી છે. માત્ર OBC જ નહી, ગુજરાતમાં નવી 9 મનપાની રચનાથી અનુસૂચિત જનજાતિના જનપ્રતિનિધિને મેયરની તક ઉપલબ્ધ થશે. રાજ્યમાં સૌથી વધુ આદિવાસી વિસ્તાર ધરાવતું નવસારી શહેર છે. જ્યાં મેયરપદની બીજી ટર્મ અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત રાખવામાં આવી છે.
30 દિવસમાં વાંધા રજૂ કરી શકાશે
શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રીજી ઓક્ટોબરે નવી 9 મહાનગરપાલિકાના મેયરપદના શિડયુલ સંબંધિત નોટિફિકેશન જાહેર કરાયુ છે. ડ્રાફટ સ્વરૂપે જાહેર કરાયેલું નોટિફિકેશન આખરી નથી. ડ્રાફટ નોટિફિકેશન સામે કોઈને વાંધો હોય તો 30 દિવસમાં એટલે કે 2 નવેમ્બર 2025 સુધી વાંધા રજૂ કરી શકશે. ત્યારબાદ આખરી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
નવી મહાનગરપાલિકાઓમાં મેયરપદ માટે અનામતનું રોટેશન
મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ બીજા અઢી વર્ષ
કરમસદ-આણંદ મહિલા સામાન્ય
નડિયાદ સામાન્ય મહિલા
મહેસાણા મહિલા પછાત વર્ગ સામાન્ય
ગાંધીધામ મહિલા પછાત વર્ગ
મોરબી પછાત વર્ગ મહિલા
વાપી મહિલા પછાત વર્ગ સામાન્ય
સુરેન્દ્રનગર અનુસુચિત જાતિ મહિલા પછાત વર્ગ
પોરબંદર મહિલા સામાન્ય
નવસારી સામાન્ય મહિલા અનુસૂચિત જનજાતિ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!