AMC: વેચાણ, નવનિર્માણ અને આંતર જોડાણ
મનપા દ્રારા પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો માટે નવું પ્લાનિંગ

AMCનું નવનિર્માણ અને આંતર જોડા

AMCનું નવનિર્માણ અને આંતર જોડા
અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્લોટના વેચાણથી લઈ, જાહેર ઇમારતોના નવનિર્માણન અને તળાવોના આંતરજોડાણને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવેલ છે. આ વિશે વધુ વિગતે જાણીએ આ અહેવાલમાં...
₹ 1823 કરોડની આવક...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ પ્લોટના વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવવાની છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 15 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે 2 પ્લોટ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા, સોલા, ભાડજ, હેબતપુર, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં 9 પ્લોટ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, મકરબા અને ઓકાફ ખાતે કુલ 4 પ્લોટનું હરાજી કરી વેચાણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ કે જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બંને હેતુ માટે હોય છે તેવા પશ્ચિમ વિસ્તારમાં આવેલા 11 કોમર્શિયલ અને 4 રેસીડેન્શિયલ એટલે કુલ 15 પ્લોટની હરાજીમાં વેચાણ કરી ₹ 1823 કરોડની આવક કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે.
ઓઢવ વોર્ડમાં નવું ફાયર સ્ટેશન…
શહેરના પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં આવેલ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વોટર્સ તોડી પાડી નવું ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વોટર્સ તથા વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. ઓઢવ વોર્ડ આશરે 3 લાખ જેટલી વસ્તી ધરાવે છે ત્યાં આવેલ આ એકમાત્ર ફાયર સ્ટેશન છે. ફાયર સ્ટેશન અને તેના સ્ટાફ ક્વાર્ટસનું બાંધકામ વર્ષો જૂનું છે અને હાલ જર્જરિત હાલતમાં છે, માટે તેનું ડિમોલીશન કરી તેને નવેસરથી બનાવવામાં આવશે. નવા ફાયર સ્ટેશનને બનાવવાની કામગીરી સેતુ ઇનફાસ્ટ્રક્ચરને આપવામાં આવી છે. આશરે ₹ 18.6 કરોડના ખર્ચે સ્ટેશનમાં અદ્યતન સુવિધા ધરાવતા 10 ગેરેજ, સ્ટોરેજ રૂમ, વોચ રૂમ, ઇલેક્ટ્રીક પેનલ રૂમ, ટ્રેનીંગ રૂમ, જીમ્નેશિયમ અને ઓફિસરોના કેબીન તૈયાર કરાશે અને ઓફિસર અને સ્ટાફ માટે ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવશે.
સરખેજ રોડમાં નવી પ્રાથમિક શાળા…

દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં રમત ગમતના મેદાન સાથે નવી પ્રાથમિક શાળા બનાવવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. ₹ 18.44 કરોડના ખર્ચે 3000 ચો.મી.માં 5 માળની 42 વર્ગખંડો ધરાવતી નવી શાળા બનાવવામાં આવશે. શાળામાં અત્યાધુનિક સુવિધાઓ જેમ કે મલ્ટી પર્પસ રૂમ, ઇન્ડોર સ્પોર્ટ રૂમ, લાઇબ્રેરી રૂમ પણ બનાવવામાં આવશે. સરખેજ, મકરબા તથા વેજલપુર વિસ્તારના શહેરીજનો આ શાળાનો લાભ લઇ શકશે.
નિર્ણયનગરમાં બ્રિજ બનાવવાનો નિર્ણય…

અમદાવાદ શહેરમાં ૫.ઝોનનો નિર્ણયનગર અંડરપાસ સૌથી વ્યસ્ત અંડરપાસ છે જ્યાં પાંચ અલગ-અલગ દિશાઓથી વાહનોનુ ટ્રાફીક આવતો હોય છે. નિર્ણયનગર અંડરપાસથી બહાર નીકળતાં જંકશન પડે છે, જ્યાં માતારાણી મંદિર, પૂજન હોસ્પીટલ તરફ વી.એન.ગીન્સ રોડ અને અખબારનગર અંડરપાસ મર્જ થાય છે. આ કારણે તીવ ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે. અખબારનગરથી નિર્ણયનગર જવા માટે અંડરપાસ પહેલા આવેલ કટમાં વાહનો નિર્ણયનગર તરફ જવા માટે રોંગ સાઈડમાં જતા જોવા મળે છે જેને કારણે વધુ ટ્રાફીક જામની સમસ્યા ઉદભવે છે. તેમજ જંક્શન પર અકસ્માત થવાની સંભાવના પણ રહેલ છે. આ કારણે અખબારનગરથી નિર્ણયનગર તરફ જતા વાહનોને નિર્ણયનગર અંડરપાસ ઉપર રામાપીર મંદિર તરફથી નિર્ણયનગર પેટ્રોલ પંપ સામે નવો વન-વે લાઇટ મોટર વિહીકલ બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. આશરે 32 મીટર લંબાઈ અને 6.30 મીટરની પહોળાઈ વાળો લાઇટ મોટર વ્હીકલ બ્રીજનું ₹ 6.77 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.
અખબારનગરમાં ફૂડકોર્ટ...
પશ્ચિમ ઝોનના નવા વાડજ વોર્ડમાં અખબારનગર AMTS બસ ટર્મિનસના ભાગમાં કડીયાનાકા તથા ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. રાણીપ, નિર્ણયનગર, ચાંદલોડિયા અને આજુબાજુના વિસ્તારના બાંધકામ સાથે સંકળાયેલ શ્રમિકોને સવારે કડિયાનાકાની વ્યવસ્થા અને રાત્રિના સમય દરમિયાન ફૂડ સ્ટોલ લગાવી શકાય તેવી ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. 382 ચો.મી. પ્લોટ એરિયામાં ફૂડ સ્ટોલ, પાર્કિંગ એરિયા અને 207 માણસોની સીટિંગ
કેપેસિટી વાળો કડિયાનાકા બનાવવામાં આવશે.
પૂર્વ વિસ્તારમાં તળાવનું ઇન્ટરલિંકિંગ...
શહેરના પૂર્વ વિસ્તારમાં અર્બન ફલ્ડીંગને ઘટાડવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિકોલ વસ્ત્રાલ રામોલ હાથીજણ એરિયામાં આવેલ વિવિધ તળાવને ઈન્ટર લિંકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંજીયું તળાવ, રતનપુરા તળાવ, સાત તલાવડી, રામોલ તલાવડી, બેટલા તલાવડી, વડુ તળાવ તેમજ વસ્ત્રાલ ગામ તળાવનું ઇન્ટરલિંકિંગ કરી ઓવરફ્લો ગ્રેવિટી લાઈનો તેમજ સ્ટ્રોંગ વોટર ડ્રેઇનલાઇન મારફતે વિંઝોલ પાસે આવેલ વહેડા તરફ લઈ જવામાં આવશે. 300 એમએમ ડાયાથી 2400 એમએમ ડાયા સુધીની અંદાજિત કુલ 24.62 કિમીની લંબાઈની સ્ટ્રોમ વોટરલાઇન નાખી તળાવોને ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે. વરસાદી સિઝનમાં તળાવમાં પાણીનો વધુ સંગ્રહ કરી શકાય, ભૂગર્ભ જળ રિચાર્જ થાય અને અર્બન ફ્લડિંગની સમસ્યા ઘટાડવા હેતુસર આ કામગીરી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?