અમદાવાદ : મનપાના ત્રણ નવા નિર્ણયો
વિદ્યાર્થીઓ, કિડનીના દર્દીઓના હિતમાં દિવાળી પહેલા થશે કામગીરી

મનપાના ત્રણ નવા નિર્ણયો

મનપાના ત્રણ નવા નિર્ણયો
આગામી સમયમાં આવનાર તહેવારો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ચાલતી પતરાવાળી શાળાઓને રીનોવેશન કરવા, કિડનીના દર્દીઓ માટે 2 નવા ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા અને ફૂડ વિભાગને સતત ખાણીપીણીના ઠેકાણાઓ પર ચેકીંગ હાથ ધરવાના નિર્ણય લીધા છે. સમગ્ર મામલે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ આ નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ બાબતે શું સ્પષ્ટતા કરી ? જાણીએ આ અહેવલમાં
જર્જરિત અને પતરાવાળી શાળાઓનું થશે રીનોવેશન
AMC દ્વારા સંચાલિત કેટલીક સ્કૂલો જર્જરિત થઈ ગઈ હતી તેમજ પતરાની છત નીચે ચાલતી હતી. બાળકોને યોગ્ય રીતે ભણવાની વ્યવસ્થા ન હોવાના કારણે તેમજ વર્ષો જૂની શાળા હોવાથી રિનોવેશનની જરૂરિયાત હોવાથી, શહેરની જે પણ શાળાઓમાં પતરાની છત હોય અથવા તો જર્જરિત હોય તેનો સર્વે કરવામાં આવ્યો હતો. 32 જેટલી સ્કૂલો જે પતરાની છત નીચે ચાલતી હતી અથવા તો જર્જરિત હોવાથી રિનોવેશનની જરૂરિયાત હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને રિનોવેશન કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 32 શાળાઓમાં 9753 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં 179 રૂમ પતરાની છત વાળા છે.
2 નવા ડાયાલિસિસ સેન્ટર કરાશે શરૂ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વધુ બે સ્થળો ઉપર ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધેશ્વર અને વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે. શહેરમાં શહેરના વસ્ત્રાલ, થલતેજ, નરોડા અને ચેપી રોગ હોસ્પિટલ અસારવા ખાતે કુલ 6,570 જેટલા દર્દીઓ દ્વારા અત્યાર સુધી ડાયાલિસિસની સારવાર લેવામાં આવી છે. વસ્ત્રાલ ખાતે કુલ 1,001 જેટલા દર્દીઓ, અસારવા કિડની હોસ્પિટલ ખાતે 4,658થી વધારે જેટલા દર્દીઓ દ્વારા ડાયાલિસિસ કરાવવામાં આવ્યું છે.કિડનીના દર્દીઓને ડાયાલિસિસ નિયમિતપણે કરાવવું પડતું હોવાથી તેમના હિત માટે નવા બે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ફૂડ વિભાગના અધિકારીઓ કરશે સતત ચેકીંગ
આગામી દિવસોમાં દીવાળીના તહેવારમાં લોકોને શુદ્ધ સાત્વિક મીઠાઈ અને આરોગ્યપ્રદ ખાવાનું મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓને શહેરમાં તમામ જગ્યાએ ચેકિંગ કરવા માટેની સૂચના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે. તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીની જગ્યાઓ, મીઠાઈની દુકાનો જેવી જગ્યાઓ ઉપર ફૂડ વિભાગને ચેકિંગ કરવા માટે જાણ કરવામાં આવી છે. તમામ લોકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખાવાનું મળી રહે તેના માટે દરેક જગ્યાએ ચેકિંગ કરી સેમ્પલ લઈ કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!