Ahmedabad: TVS શોરૂમમાંથી 17 જ્યુપિટર સ્કૂટરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા!
ગ્રામ્ય વિસ્તારના SOG એ ચોરી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી

ત્રણેય આરોપીઓને ચોરી કરેલ સફેદ જયુપીટર પર સાથે જતાં પોલીસે ઝડપ્યા હતા.

ત્રણેય આરોપીઓને ચોરી કરેલ સફેદ જયુપીટર પર સાથે જતાં પોલીસે ઝડપ્યા હતા.
અમદાવાદમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ વિસ્તરણમાં 17 વાહનોની ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે. TVSના રેસવે નામના શો રૂમમાં 17 જયુપીટરની ચોરી થયાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારના SOG એ ચોરી કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ધર્મદીપસિંહ પરમાર અને શિવરાજસિંહ વાઘેલા નામના શખ્સો શોરૂમમાં નોકરી કરતાં હતા.
બંને આરોપીએ શોરૂમના ગોડાઉનમાંથી ત્રણ મહિનામાં 17 જયુપીટર સ્કૂટર ચોરી કરી હતી. શો રૂમમાં આવેલી જયુપીટર RTOના રજીસ્ટ્રેશન ન થયા હોય તેવા સ્કૂટર ચોરી કરતાં હતા.આરોપીઓ ચોરી કરેલ સ્કૂટર વેચવા માટે દિવ્યરાજસિંહ વાઘેલા નામના શખ્સને પહોંચાડતા હતા.ત્યાર બાદ દિવ્યરાજસિંહ સ્કૂટર અલગ અલગ લોકોને વેચાણ કરતાં હતા.ત્રણેય આરોપીઓને ચોરી કરેલ સફેદ જયુપીટર પર સાથે જતાં પોલીસે ઝડપ્યા હતા. પોલીસ દ્વારા કુલ 16.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાણંદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!