Ahmedabad: 148મી રથયાત્રાનું શાંતિ પૂર્ણ માહોલમાં સમાપન!
આજના દિવસે ભગવાન ખુદ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા પર નિકળે છે. મામાના ઘરે રોકાણ કર્યા બાદ ભગવાન ફરી નીજમંદિર પરત ફર્યા.

ભગવાન નગરચર્યા કરી નીજમંદિર પરત

ભગવાન નગરચર્યા કરી નીજમંદિર પરત
આજે ભગવાન જગન્નાથજી ની 148મી રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં ભાઈ બલરામ બહેન સુભદ્રા અને જગતના નાથ જગન્નાથ નગર ચાર્યે નીકળ્યા હતા. વર્ષમાં માત્ર આજના દિવસે જ એવુ બને છે કે, જેમાં ભગવાન પોતે ભક્તને દર્શન આપવા માટે સામે ચાલીને આવે છે.જમાલપુર નિજમંદિર થી વહેલી સવારથી નગરચર્યા પર નીકળેલા ભગવાન જગન્નાથજી સરસપુરમાં તેમના મામાની ઘરે જાય છે. ત્યાં તેમનું મામેરું ભરાય છે. ત્યાર બાદ વહેલી સવારે નગરચર્યા પર નીકળેલા ભગવાન મામાના ઘરેથી પરત નીજમંદિર તરફ પરત ફરે છે. જગન્નાથજીની રથયાત્રામાં અનેક ભક્તોએ ભગવાનના દર્શનનો લહાવો લેતા હોય છે.
ભગવાન જ્યારે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નિકળતા હોય ત્યારે ભક્તો પણ આ અમૂલ્ય તકનો લાભ લેવા માટે રસ્તાઓ પર નીકળી પડે છે અને આજના દિવસને આનંદ અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે.આજના દિવસે અમદાવાદની પોળોમાં હજારોની સંખ્યામાં ભગવાનના દર્શન કરવા ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યુ હતુ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રામાં કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું હતુ. રથ જ્યારે શાહપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ત્રણે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે યોજાયેલી રથયાત્રામાં પહેલી વાર રથયાત્રા પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું.રથયાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન ગજરાજ વિફર્યા હતા જેથી થોડા સમય માટે તો ભક્તોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.પરંતુ સદનસીબે કોઈ અનઇચ્છનીય ઘટના ન બની હતી. કહેવાયે છે કે આજની રાત ભગવાનને મંદિરની બહાર પ્રટાંગણમાં વિતાવે છે. એવી માન્યતા છે કે ભગવાન તેમના પટરાણી રૂકમણીને નગરચર્યામાં સાથે ન લઈ જતાં તેમને સજા રૂપે આજની રાત મંદિરની બહાર વિતાવવામાં આવે છે. આવતીકાલે વહેલી સવારે આરતીના સમયે ભગવાનને તેમના નિજ મંદિરના સ્થાન પર બેસાડવામાં આવે છે.
આ સાથે જ અમદાવાદામાં યોજાયેલી 148 મી ભગવાના જગન્નાથની રથયાત્રા શાંતિપુર્ણ વાતાવરણમાં સંપન્ન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.આજની રથયાત્રામાં લગભગ 24 હજારથી વધારે પોલીસ ખડે પગે રહીને ભગવાનની રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?