અમદાવાદ: સુભાષબ્રિજ હવે 15 ડિસેમ્બર સુધી રહેશે બંધ
AMC ની કામગીરી પર સવાલ: તિરાડવાળા બ્રિજના કારણે શહેર થંભ્યું, પોલીસ કમિશનરે ખુદ નિરીક્ષણ

બ્રિજ બંધ થતા લોકોનો ભારે હાલાકી

બ્રિજ બંધ થતા લોકોનો ભારે હાલાકી
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ટ્રાફિક ધમનીઓમાંના એક એવા સુભાષબ્રિજ પર પડેલી ગંભીર તિરાડો અને સ્પાન બેસી જવાની ઘટના બાદ, આ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે બ્રિજ પાંચ દિવસ પૂરતો બંધ થવાનો હતો, તે હવે લંબાવીને 15 ડિસેમ્બર સુધી બંધ રાખવામાં આવશે, જેને પગલે શહેરીજનોમાં એવી ચર્ચા છે કે તંત્રની કામગીરીની ગતિ જોતા આ તારીખ હજી પણ લંબાઈ શકે છે.
વાડજ સર્કલ પર ટ્રાફિકનો જામસુભાષબ્રિજ બંધ થવાથી અમદાવાદના ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન સાબરમતી વિસ્તારમાંથી આવતા અને જતા વાહનચાલકો માટે વાડજ સર્કલ હવે એક દુઃસ્વપ્ન બની ગયું છે. ટ્રાફિક જામની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે વાહનચાલકો દરરોજ સવાર-સાંજ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ખુદ અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક વાડજ સર્કલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ટ્રાફિકની ગતિ અને તેના નિરાકરણ માટે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
કમિશનરના આદેશો: 24 કલાકમાં રોડ પહોળો કરોટ્રાફિક સમસ્યા અંગે પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, "સુભાષબ્રિજ બંધ થયા પછી ટ્રાફિકના ઇશ્યુ વધ્યા છે, જેમાં વાડજ સર્કલ નજીક સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે." આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી:
રોડ રિસ્ટ્રિક્શન દૂર કરવા: રોડને સાંકડો કરનારા જે બેરીકેડ્સ અને કામચલાઉ પ્રતિબંધો (રેસ્ટ્રિક્શન) મૂકવામાં આવ્યા છે, તેને 24 કલાકની અંદર હટાવી લેવામાં આવે, જેથી રોડ થોડો પહોળો થાય અને ટ્રાફિક હળવો થઈ શકે.
જૂના કામના અવરોધો દૂર: જૂના વડજ બ્રિજની આસપાસ જે બેરીકેડ અને પતરાં લગાડ્યા છે અને જેનું કામ પૂર્ણ થઈ ગયું છે, તે પતરાંને પણ 24 કલાકની અંદર હટાવવા.
વધારાનો સ્ટાફ: ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે, રેગ્યુલર પોલીસ સ્ટેશનોમાંથી 250 પોલીસકર્મીઓને માત્ર આ સંવેદનશીલ વિસ્તારમાં જ ફરજ પર તહેનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સુભાષબ્રિજ કેટલા દિવસ બંધ રહેશે તે અંગે પોલીસ કમિશનર જી. એસ. મલિકે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોની સુરક્ષા સૌથી અગત્યની છે, અને બ્રિજ બંધ રાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લેવાયો છે, તેથી સમયમર્યાદા અંગે AMC જ સ્પષ્ટતા કરી શકશે.
તંત્ર દ્વારા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ જો બ્રિજનું સમારકામ સમયસર પૂર્ણ નહીં થાય તો શહેરીજનોની મુશ્કેલી હજી પણ વધતી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?