Ahmedabad: એકા ક્લબમાં દીવાલ તૂટતા નાસભાગ,કોઈ જાનહાનિ નહીં!
એકા કલબની છત પર આવેલા સ્વિમિંગપુલની દીવાલ અચાનક તૂટી પડતાં પાણીનો મોટો પ્રવાહ નીચેના વિસ્તારોમાં ફેલાયો હતો.

એકા કલબની નીચે આવેલી દુકાનો અને શો રૂમમાં ગભરાટ જોવા મળ્યો હતો

એકા કલબની નીચે આવેલી દુકાનો અને શો રૂમમાં ગભરાટ જોવા મળ્યો હતો
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આયોજિત પાંચમા આયુષ ઈન્ડિયા એક્ઝિબિશનનો પ્રારંભ એક અણધારી દુર્ઘટનાથી હચમચાવી ગયો છે.એકા કલબની છત પર આવેલા સ્વિમિંગપુલની દીવાલ અચાનક તૂટી પડતાં પાણીનો મોટો પ્રવાહ નીચેના વિસ્તારોમાં ફેલાયો હતો.ત્યાર બાદ એક્ઝિબિશનમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બનાયો છે. ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આ ઘટના આજ સવારના રોજ બની હતી. જ્યારે આયુષ ઈન્ડિયા એક્ઝિબિશનનો પ્રથમ દિવસ જ હતો.આ દરમિયાન છત્તીસગઢના એક મંત્રી આ એક્ઝિબિશનમાં હાજરી આપી હતી. મેડિયા મિત્રોને બાઈટ આપી રહ્યા હતા ત્યારે અચાનક સ્વિમિંગપુલની દીવાલ તૂટવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં પાણીનો પ્રવાહ નીચેના વિસ્તારમાં ઘસી આવ્યો હતો. પ્રવાહ ઘસી જવાને કારણે એક્ઝિબિશનમાં હજાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સલામતીને કારણે તે જગ્યા પર ભાગદોડ થવા લાગી હતી. તેને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારના જણાવ્યા અનુસાર,એકા કલબની નીચે આવેલી દુકાનો અને શો રૂમમાં ગભરાટ જોવા મળ્યો હતો. લોકોની સાવ ચેતીના ભાગરૂપે દુકાનો અને શો રૂમ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટના બનતાની સાથે જ સ્વિમિંગપુલનું પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને સ્પાર્ક મીડિયા દ્વારા આયોજિત આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન 4થી 6 જુલાઈ 2025 દરમિયાન યોજાઈ રહ્યું છે. આ એક્ઝિબિશન આયુર્વેદ અને સંબંધિત ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે. આયોજકોના જણાવ્યા અનુસાર ત્રણ દિવસના આ કાર્યક્રમમાં 4 હજારથી વધુ આયુર્વેદ તબીબો અને 15 હજારથી વધુ મુલાકાતીઓ ભાગ લેવાના હતા. આ વર્ષેમાં છત્તીસગઢ રાજ્ય આ એક્ઝિબિશનમાં સ્ટેટ પાર્ટનર તરીકે જોડાયું છે. જ્યારે લેસોથો દેશોના હાઈ કમિશનરો ખાસ મહેમાન તરીકે હાજરી આપવાના હતા. આવા ઉચ્ચ સ્તરના આયોજનના પપ્રથમ દિવસ જ આવી દુર્ઘટના આયોજકો અને મુલાકાતીઓમાં ચિંતા ફેલાવી છે.
એકા ક્લબની બાંધકામની ગુણવત્તા અને સલામતીના ધોરણો પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્વિમિંગ પૂલની દીવાલ તૂટવાનું કારણ હજુ અકબંધ છે.સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ આ ઘટનાને બાંધકામમાં બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે. આ ઘટના બન્યા બાદ એક્ઝિબિશનનું આયોજન ટુંક સમય માટે અટકી ગયું હતું. આયોજકોએ જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી છે. કાર્યક્રમ નિર્ધારિત સમયે ચાલુ રહેશે. આ ઘટનાના કારણે મુલાકાતીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ઘણા લોકોએ આગામી દિવસોમાં સલામતીના પગલાં વધારવાની માંગ કરી છે.
ફાયર વિભાગ અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ શરૂ કરશે. દીવાલ કેવી રીતે તૂટી તૂટવાનું કારણ શું છે. જેવા અનેક સવાલોના તપાસ કરવામાં આવી રહી છે. બાંધકામની ગુણવતા તેની જાળવણીની ઉણપ, અન્ય ટેકનિકલ ખામીને કારણ બની હોય તેવી શક્યતાઓ તપાસી રહ્યા છે. આયોજકો જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અંગે રિપોર્ટ આપવામાં આવશે. જેથી ખબર પડે કે કલબની બાંધકામની ગુણવત્તા ચકાસી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!