અમદાવાદ : એસજી હાઈવે પોલીસ વાનનો અકસ્માત
ગોતામાં 112 જનરક્ષક વાનની જોરદાર ટક્કર, નશાની શંકા, ડ્રાઇવરની મેડિકલ તપાસ શરૂ

112 જનરક્ષક વાન અકસ્માત

112 જનરક્ષક વાન અકસ્માત
અમદાવાદમાં માર્ગ અકસ્માતોના બનાવો અટકવાના નામ નથી લઈ રહ્યા. એસજી હાઈવે પર MBA વિદ્યાર્થીની કારથી બે હોમગાર્ડને ટક્કર માર્યાના બીજા જ દિવસે શહેરમાં વધુ એક ગંભીર અકસ્માત થયો. ગોતા વિસ્તારમાં 112 જનરક્ષક પોલીસ વાન પૂરઝડપે આવીને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભારે હતી કે પાર્ક કરેલી કાર લગભગ 10 ફૂટ સુધી ધકેલાઈ ગઈ. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે.
ટક્કર વાગતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ વાનમાંથી તૂટેલી હાલતમાં સીરપની બોટલો મળી આવી. સ્થાનિકોમાં આક્ષેપ ઉઠ્યો કે પોલીસ વાનનો ડ્રાઇવર નશાની હાલતમાં હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને વાન ચલાવતા પોલીસ કર્મચારીને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યો. મળી આવેલી સીરપની બોટલ અંગે સોલા પોલીસને માહિતગાર કરવામાં આવી છે અને બોટલનું સેમ્પલિંગ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં પાર્ક કરેલી કારનું મોટાપાયે નુકસાન થયું છે, જો કે ડ્રાઇવર સલામત બચી ગયો છે.
પોલીસ હવે સીસીટીવી ફૂટેજ, સીરપ સેમ્પલ અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?