Ahmedabad માં રથયાત્રાની અભૂતપૂર્વ સુરક્ષા, 20 હજાર જવાનો, AI અને ટેકનોલોજીનો સંગમ!
શાંતિપૂર્ણ રથયાત્રા માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં: ટેકનોલોજી અને manpower નો સંપૂર્ણ ઉપયોગ!

AI-CCTV-ડ્રોનથી શાંતિનો દાવો!

AI-CCTV-ડ્રોનથી શાંતિનો દાવો!
આગામી 27 મી જૂનના રોજ અમદાવાદમાં યોજાનારી 148 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે 'એક્શન મોડ'માં આવી ગયું છે. કમિશનર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પોલીસ કમિશનર (CP) જી.એસ. મલિક, જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી.
પોલીસ દ્વારા છેલ્લા બે મહિનાથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ પર CCTV અને ડ્રોન દ્વારા સઘન મોનિટરિંગ કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે. ખાસ કરીને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ભીડ નિયંત્રણ માટે કરવામાં આવશે, જેથી બેંગલુરુ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરી શકાય.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, કોમી એકતા અને ભાઈચારો જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શહેરમાં ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે પણ સતત પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં 4121 ગુના નોંધાયા છે, જે અગાઉના સમયગાળાના 4199 ગુના કરતાં ઓછા છે, જે ગુનાખોરી પર નિયંત્રણ આવી રહ્યું હોવાનું દર્શાવે છે.
આ પણ વાંચો : Jamnagar માં ખાખી લાંચિયા, PSI અને કોન્સ્ટેબલ ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, બે ફરાર!
સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે, છેલ્લા એક વર્ષમાં પોલીસના પ્રયાસો અને લોકભાગીદારી દ્વારા શહેરમાં વિવિધ સોસાયટીઓ અને મોલમાં 22,000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરના ખાનગી 2500 CCTV કેમેરાની ફીડ પણ હવે પોલીસને મળી રહી છે, જેનાથી ગુનેગારો પર નજર રાખવામાં વધુ સરળતા રહેશે.
આ પણ વાંચો : AMC ની ઘોર બેદરકારી, જળકુંભીમાં ફસાઈ જગન્નાથજીની જળયાત્રા, મેયર સહિતને જવાનોનો સહારો લેવો પડ્યો...
રથયાત્રાની સુરક્ષા માટે 20 હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ સઘન વ્યવસ્થા દર્શાવે છે કે અમદાવાદ પોલીસ રથયાત્રાની સુરક્ષા અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે. જોકે, આ તમામ આયોજનો વચ્ચે, પ્રજાની અપેક્ષા છે કે પોલીસ તંત્ર ફક્ત ટેકનોલોજી પર જ નહીં, પરંતુ જમીની સ્તરે પણ અસરકારક રીતે કાર્ય કરે અને ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખે.
આ પણ વાંચો : વટવા GIDCમાં વેપારી પર જાહેરમાં કરાયો હુમલો, 8 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.