Ahmedabad : અધિકારીઓના 'અધિકારી રાજ'થી કોંગ્રેસ ધારાસભ્ય ખેડાવાલા અકળાયા, બેઠકનો બહિષ્કાર!
સંકલન બેઠકમાં અધિકારીઓના વર્તનથી કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અકળાયા, બેઠક છોડીને નીકળી ગયા...

જનતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં...

જનતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં...
અમદાવાદમાં યોજાયેલી સંકલન બેઠકમાં અધિકારીઓના વલણથી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભારે નારાજ થયા હતા, અને તેઓ બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
'એકના એક મુદ્દા, નિરાકરણ નહીં'
ખેડાવાલાનો સીધો આરોપ છે કે દરેક સંકલન બેઠકમાં એકના એક મુદ્દાઓ પર જ ચર્ચા થાય છે. તેમની રજૂઆતો છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી, જેના કારણે તેમને બેઠકમાં હાજર રહેવાનો કોઈ અર્થ નથી દેખાતો. ખેડાવાલાએ રોષભેર જણાવ્યું હતું કે, "પ્રશ્ન ઉકેલાતો જ ન હોય તો બેઠક બોલાવવાનો શું અર્થ?"
'ભાજપના નેતાઓ પણ પરેશાન છે'
ઇમરાન ખેડાવાલાએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે, "ભાજપના નેતાઓ પણ અધિકારી રાજથી હેરાન પરેશાન છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર સંકલન બેઠકમાં જ દરેક મુદ્દાના ઉકેલનો હઠાગ્રહ ન રાખવો જોઈએ, પરંતુ અન્ય સમયે પણ કામોનું ફોલોઅપ લઈ શકાય છે.
અમિત ઠાકર દ્વારા આરોપોનો અસ્વીકાર...
જોકે, આ મામલે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ઇમરાન ખેડાવાલાના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, બેઠકોમાં ચર્ચાઓ થાય છે અને પ્રશ્નોનું નિરાકરણ પણ આવે છે. આ ઘટના દર્શાવે છે કે જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હજુ પણ એક મોટો મુદ્દો છે, જેના કારણે જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં વિલંબ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?