Ahmedabad plane crash: સ્વજનોને આખરી નિશાની સોંપાઈ!
વ્યક્તિગત ચીજવસ્તુઓની ઓળખ કરી પરિવારજનોને સોંપવામાં આવી રહ્યું છે.

કિંમતી સામાન પરિવારોને પરત મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

કિંમતી સામાન પરિવારોને પરત મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા
અમદાવાદમાં 12 જૂનના રોજ મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું.આ પ્લેન ક્રેશમાં કુલ 240 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.અનેક લોકોના પરિવાર વિખરી ગયા હતા.અને જે લોકોના પરિવારજનોમાં મૃત્યુ પામ્યા હતા તેમની કિંમતી વસ્તુઓને પોલીસ પરત કરવાનું કામ શરૂ કરી દીધું છે.તેમના પરિવારજનોને તેમની બોડીની સાથે કિંમતી સમાન પણ પરત કરી રહી છે.પ્લેન ની અંદર જેટલા પણ મુસાફરો હતા તેમના પરિવારજનોની સાથે પોલીસ કોન્ટેક કરીને તેમનું સમાન પરત કરી રહી છે.
મુસાફરોની ઘડિયાળો,ઘરેણાં,મોબાઈલ,બેગ જેવી વ્યક્તિગત ચીજવસ્તુઓની ઓળખ કરી પરિવારજનોને સોંપવામાં આવી રહ્યું છે.આ દરમિયાન પોતાના પ્રિયજનોની અંતિમ નિશાની હાથમાં મળતાં ઘણા પરિવારો પોતાના આંસુઓને રોકી શક્યા ન હતા.કિંમતી સામાન પરિવારોને પરત મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તો પોલીસના આ પગલાની પ્રશંસા પણ થઈ રહી છે. પરિવારો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્તિથિ જોવા મળે છે. પોલીસ જેવી રીતે મુસાફરોનો કિમતી વસ્તુ આપે ત્યારે પરિવારજનોમાં અને પરિવારજનોમાં રોકકર જોવા મળતું હતું. પરિવારજનો કિમતી વસ્તુને યાદ કરતાં અને તે કિમતી વસ્તુ જોઈને ભાવુક થઈ જતાં હતા. જે મુસાફર મૃત્યુ પામ્યું છે. તેમની યાદમાં ખાલી આ કિમતી વસ્તુ જ છે જેને જોઈને પરિવારજનોને સાંત્વના મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત