Ahmedabad plane crash : અમરેલીના અર્જુન પટોળિયાની અંતિમયાત્રા!
26 મે લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ,તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા હતા

બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે

બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે
અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે.ત્યારે અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનો કિસ્સો હૃદયને હચમચાવી દેનારો છે. ગત 26 મે લંડનમાં પત્ની ગુમાવ્યા બાદ,તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા વતન આવેલા અર્જુનભાઈનું 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. અર્જુનભાઈના અવસાનથી લંડનમાં રહેલી તેમની બે માસૂમ દીકરીઓએ માતા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે.જ્યારે અર્જુનભાઈના DNA મેચ થયા બાદ તેમનો મૃતદેહ વડિયા લાવવામાં આવ્યો હતો અને આજે સવારે અર્જુનભાઈની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી.અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો પણ જોડાયા હતા.
પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરી પરત ફરતા હતા :
મળતી માહિતી મુજબ,અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ પટોળિયાના પત્ની ભારતીબેનનું 26 મે ના રોજ લંડનમાં અવસાન થયું હતું.ભારતીબેનની અંતિમ ઈચ્છા હતી કે,તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જિત કરવામાં આવે પત્નીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે અર્જુનભાઈ લંડનથી ભારત આવ્યા હતા.તેઓ ફૂલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા.2 જૂનના રોજ બેસણું રાખવામાં આવ્યું હતું અને અર્જુનભાઈએ પરિવારજનો સાથે સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની અસ્થિઓનું પૈતૃક ગામના તળાવમાં વિસર્જન કરી અંતિમવિધિ સંપન્ન કરી હતી.
બે માસૂમ દીકરીઓ બની નિરાધાર :
અર્જુનભાઈ પોતાની માતાને સુરતમાં રાખી પત્નીની અંતિમવિધિ કરવા બાળકોને લંડનમાં મૂકીને વતન આવ્યા હતા.પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ અર્જુનભાઈએ લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો.લંડનમાં તેમની બે માસૂમ દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી.જોકે, કુદરતને કઈક અલગ જ મંજૂર હતું.12 જૂને બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું.આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અર્જુનભાઈનું પણ કરુણ મોત નીપજ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…