Plane Crash : સાંસદના ટ્વીટથી ખળભળાટ, વિજય રૂપાણીના પત્ની અંજલીબેન લંડનથી રવાના!
રૂપાણીના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર સ્પષ્ટતાના અભાવે ચિંતા પ્રસરી...

વિજય રૂપાણીના 'મોત'ની અફવા કે પછી...

વિજય રૂપાણીના 'મોત'ની અફવા કે પછી...
અમદાવાદ (Ahmedabad)માં થયેલા ભયાવહ પ્લેન ક્રેશ (Plane Crash)ના સમાચારો વચ્ચે, ગુજરાતના રાજકારણમાં એક અત્યંત અજીબોગરીબ અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. દુર્ઘટના બાદ તરત જ, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર આપી દીધા હતા. જોકે, થોડા જ સમયમાં તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દેતાં પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી અને શંકાસ્પદ બની હતી.
ઉલ્લેખનીય છે કે, પ્લેન ક્રેશ સ્થળે બચાવ અને રાહત કામગીરી હજુ પણ પૂરજોશમાં ચાલુ છે. દુર્ભાગ્યવશ, મોડી સાંજ સુધી, સત્તાવાર સૂત્રો દ્વારા વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે તેમના લાખો ચાહકો અને સમર્થકોમાં ભારે ચિંતાનો માહોલ છે. પરિમલભાઈ નથવાણીના અચાનક ટ્વીટ અને પછી ડિલીટ કરવા પાછળનું રહસ્ય પણ વધુ ઘેરું બની રહ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ પર પાકિસ્તાનનું આવ્યું પ્રથમ રિએક્શન...
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી લંડનથી ભારત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના આગમન બાદ જ આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવે અને વાસ્તવિકતા સામે આવે તેવી શક્યતા છે. આ સંવેદનશીલ સમયે, સત્તાવાર માહિતીની ગેરહાજરી અને અફવાઓના કારણે અંધાધૂંધીનો માહોલ છે, જે ચિંતાજનક છે.
આ પણ વાંચો : Ahmedabad માં આકાશી આફત, પ્લેન ક્રેશ બાદ વિનાશનું તાંડવ, કાટમાળ અને મૃતદેહોના દ્રશ્યોથી શહેર સ્તબ્ધ! Photos
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.