Ahmedabad માં આકાશી આફત, પ્લેન ક્રેશ બાદ વિનાશનું તાંડવ, કાટમાળ અને મૃતદેહોના દ્રશ્યોથી શહેર સ્તબ્ધ! Photos
આ દુર્ઘટનાએ શહેરને શોકમાં ગરકાવ કરી દીધું છે અને દરેકની આંખોમાં આંસુ લાવી દીધા છે...

મોતનું તાંડવ, શહેર સ્તબ્ધ!

મોતનું તાંડવ, શહેર સ્તબ્ધ!
આજે બપોરે અમદાવાદ (Ahmedabad)નું આકાશ કાળું ડિબાંગ બન્યું જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ નજીક એક અત્યંત ભયાવહ વિમાન દુર્ઘટના સર્જાઈ. અમદાવાદ (Ahmedabad)થી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન AI171 ટેકઓફ થયાના માત્ર બે જ મિનિટમાં ધડાકાભેર જમીન પર પટકાયું, જેમાં બે પાયલોટ સહિત ૫0થી વધુ મુસાફરોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભય અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આ કાળમુખો અકસ્માત બપોરે 1.38 વાગ્યે પ્લેનના ટેકઓફ બાદ 1.40 વાગ્યે જ સર્જાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અને વૃક્ષ સાથે અથડાવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જે એરપોર્ટની સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે.

દુર્ઘટનાની તીવ્રતા એટલી ભયાનક હતી કે ક્રેશ થતાંની સાથે જ વિસ્ફોટક અવાજ સંભળાયો અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ ચારેબાજુ વિમાનનો કાટમાળ અને મૃતદેહો વિખેરાયેલા જોવા મળ્યા, જે દ્રશ્યો કોઈના પણ હૃદયને કંપાવી દે તેવા હતા. આસપાસના લોકોમાં ભયનો માહોલ છે અને વાયુવેગે આ સમાચાર ફેલાઈ જતા અફરાતફરી સર્જાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad માં પ્લેન ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ પર પડ્યું, સફેદ કફન ખૂટતાં મહિલાઓએ સાડીઓ આપી!
આ દુર્ઘટનાએ ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં વધુ એક કાળા પાનાનો ઉમેરો કર્યો છે. DGCA દ્વારા આ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે શું જવાબદારો સામે કડક કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવા માનવસર્જિત કે ટેકનિકલ ખામીઓના કારણે સર્જાતા અકસ્માતોને અટકાવવા માટે નક્કર પગલાં લેવાશે કે કેમ? આ દુર્ઘટના એરપોર્ટની સુરક્ષા અને વિમાની જાળવણી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

આ પણ વાંચો : કાળમુખો અકસ્માત, Ahmedabad માં પ્લેન ક્રેશ, બ્રિટન-કેનેડા-પોર્ટુગલના નાગરિકો પણ ભોગ બન્યા!




તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.