Ahmedabad પ્લેન ક્રેશ : 39 મૃતદેહોની ઓળખ, DNA દ્વારા થઈ ઓળખ
પ્લેન દુર્ધટનામાં અત્યાર સુધીમાં 240 થી પણ વધારે મૃતદેહો મળ્યા છે. જેમની હાલ DNA રીપોર્ટ દ્વારા ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે.

39 મૃતદેહોની થઈ ઓળખ

39 મૃતદેહોની થઈ ઓળખ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનીએ ગોજારી ઘટનાને આજ બે દિવસ વિતી ચુક્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 240 થી વધારે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાના મોટા ભાગના મૃતદેહોની ઓળખ કરવી અશક્ય હોવાને કારણે તમામની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જેમાં હાલ મળતી માહિતી પ્રમાણે 39 મૃતદેહોનો ડીએનએ રીપોર્ટ મેચ થતા તેમને તેમના પરિવારને સોપવાની કામગીરી હાથ ધરવામાં આવી. જે મૃતદેહોની ઓળખ કરવામાં આવી તેમાં મોટા ભાગના અમમદાવદના રહેવાશી હતા.
જેમાં ખાનપુરના રહેવાશી સૈયદ નફીસાબાનું,સૈયદ ઇનાયત અલી અને સૈયદ વકીદ અલીના મૃતદેહની ઓળખ થઇ. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુના કારણે સમગ્ર પરિવાર હાલ શોકમાં ગરકાવ થયો છે. હાલ તંત્ર દ્વારા તેમના પરિવરના સભ્યોને મૃતદેહ સોપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે સરકાર દ્વારા તંત્રના અધિકારીઓને કામગીરી સોપવામાં આવી છે.
અમદાવાદના વેજલપુરના રહેવાશી પૂજા હર્ષિત પટેલના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. હાલ તેમના મૃતદેહને તેમના પરિવારને સોપવામાં એવશે.
આ પણ વાંચો : Rajkot ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર બંધનું એલાન
જ્યારે વધુ એક અમદાવાદી જે થલતેજના રહેવાશી હતા તેમનો મૃતદેહની ઓળખ થઈ છે. જેમનુ નામ પટેલ રમેશભાઈ દેવરાજભાઈ હતું જેમની ઓળખ થતા તેમના મૃતદેહને પરિવારને સોપવામાં આવશે.
અમદાવાદના વધુ એક હતભાગીના મૃતદેહની પણ ઓળખ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે રેખાબેન પટેલ કે જેઓ પણ થલતેજમાં રહેતા હતા તેમના મૃતદેહની પણ ઓળખ કરવામાં આવી છે, હાલ તેમના પરિવારને જાણ કરીને તેના મૃતદેહને પરિવારને સોપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ દુર્ધટનામાં 240 થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તમામની ઓળખ ડીએનએ રીપોર્ટથી કરવાની હોવીથી થોડી વાર લાગી શકે તેમ છે. હાલ તો રાત દિવસ જોયા વિના ડૉક્ટરોની ટીમ તેમાં લાગી છે. આજે 39 લોકોની ઓળખ થતા લોકોને જલદી અન્ય લોકોની ઓળખ થવાની આશા બંધાણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.