અમદાવાદ મેટ્રોના મુસાફરો અધવચ્ચે ટનલમાં ફસાયા
વસ્ત્રાલથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો રેલ સેવામાં ટેકનિકલ ખામી હોવાના કારણે અધવચ્ચે અટકાવાવમાં આવી છે

મુસાફરો અધવચ્ચે ફસાયા

મુસાફરો અધવચ્ચે ફસાયા
અમદાવાદ મેટ્રોમાં સફર કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે, વસ્ત્રાલથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો રેલ સેવામાં ટેકનિકલ ખામી હોવાના કારણે અધવચ્ચે અટકાવાવમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શાહપુર પાસે અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો રેલ બંધ થતા એક તરફનો વાહન વ્યવહાર ખોરંભાયો હયો. મેટ્રો રેલ દ્વારા ટનલમાં ફસાએલા લોકોને સુરક્ષીત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવ છે. જ્યારે બીજી તરફ મેટ્રો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે વસ્ત્રાલથી અપ્રેલ પાર્ક સુધીની લાઈન ચાલુ રાખવામાં આવી છે. જ્યારે અપ્રેલ પાર્કથી થલતેજ આવતા મુસાફરો માટે દર 30 મીનીટે એક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમીક માહિતી મળી રહી છે.
ઓફિસ અવર્સમાં મેટ્રો રેલે દગો આપતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વસ્ત્રાલ તરફથી આવતા તમામ મુસાફરોને મેટ્રો દ્વારા પહેલાથી જ જાણ કરી સાવચેત કરવામાં આવી રહ્યા છે અને જો શક્ય હોય તો અન્ય કોઈ વૈકલ્પીક માર્ગ લેવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ આજે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવાની છે આવા જ સમયે જો મેટ્રો બંધ રહેશે તો ક્રિકેટ રશીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના સમય થી જ જનપથ ટી થી મેટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવશે. જ્યારે બીજી તરફ જો મેટ્રો બંધ રહેશે અથવા વૈકલ્પિક રુટ ચલાવવામાં આવશે તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મેચ દરમ્યાન મેટ્રોની કમાણી સૌથી વધારે કરવામાં આવતી હોય છે જો આવા જ સમયે મેટ્રો બંધ રહેશે તો પછી તેને જ નુકશાન ભોગવાવનો વારો આવશે.
હવે વાત છે મેટ્રોમાં અધવચ્ચે ફસાએલા મુસાફરોની તો તેમને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ મેટ્રો ટ્રેન હજુ પણ ટનલમાં ફસાઈ હોવાના કારણે મેટ્રો સેવાને અસર પહોચી રહી છે. જેને કારણે એક તરફની રેલ સેવાને મોટા પ્રમાણમાં અસર પહોચી છે. ત્યારે મોટી વાત એ છે કે મેટ્રો કેટલી જલદી પોતાની સેવા રાબેતા મુજબ શરુ કરી શકે છે. કારણ કે જેટલી વાર લાગશે તેટલુ તેને જ નુકશાન ભોગવવુ પડશે. અત્રે ઇલ્લેખ નીય છે કે આ બનાવ મેટ્રો માટે કદાચ પહોલી વારની શીખ હશે એટેલે આમાથી શીખીને મેટ્રો આગળ આવા કોઈ બનાવ ન બને તેવી પણ કાળજી રાખશે તો ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન અટકાવી શકશે અને પોતાની સેવાને વિના ખોરંભે ચલાવી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?