અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલ પર કાયદાકીય સંકટ
AMCની તપાસમાં સ્કુલ દ્વારા જમીનનો ઉપયોગ નિયમ વિરુદ્ધ થયો હોવાનું સામે આવ્યું
સેવન્થ ડે સ્કૂલ
સેવન્થ ડે સ્કૂલ
અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા ચકચાર મચાવનારી એક વિદ્યાર્થીની હત્યા કેસમાં વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કુલ હવે એક નવા કાયદાકીય સંકટમાં ફસાયેલી જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં સ્કુલ દ્વારા જમીનના લીઝ કરારનો ગુનો બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે AMC કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
મળતી માહિતી મુજબ AMC એ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો. તે પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જોઈ તો હતો. જોકે, સ્કુલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હતો. આ ઉપરાંત પ્લોટનો ઉપયોગ નિયમ વિરુધ થયો હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈમ્પેકટ ફી પણ ભરી દીધી હતી. આ બધી ગેરરીતીઓ જમીનના લીઝ કરારનો ભંગ ગણ્યો હતો.
આવા ગંભીર ગુના બન્યા બાદ કાયદાકીય રીતે AMC દ્વારા સ્કુલ સામે કડક પગલા લેવામાં આવશે. નિયમ મુજબ આવા ગુનામાં પોલીસ ફરિયાદ સહીતની કાનૂની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. આ મામલે અત્યંત ગંભીર બન્યો છે. કારણ કે સંચાલકોએ સરકારી નિયમોની અવગણનાં કરીને જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરપયોગ કર્યો હતો.
AMCએ સ્કૂલ પાસે માગી વિગતો :
AMC દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે, જેમાં નીચેની મુખ્ય વિગતોનો સમાવેશ થાય છે:
1. સ્કૂલની ધો.1થી12ની મંજૂરીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ
2. વર્ગ વધારો હોય તેની પ્રમાણિત નકલ
3.આસીએસઈ બોર્ડ સાથે જોડાણ મેળવવા ગુજરાત સરકારની મેળવેલ એનઓસીની નકલ
4. સ્કૂલનું બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી
5. સ્કૂલ મકાન તેમજ રમત ગમત મેદાનની માલિકી કે ભાડા કરારની પ્રમાણિત નકલ
6. સ્કૂલના મકાનના તમામ ફ્લોરવાઈઝ સમક્ષ સત્તામંડળે માન્ય કરેલા નકશા
7. સ્કૂલનું ટ્રસ્ટ ડીડ
8. શાળાના પીટીઆરની નકલ
9. એસીએસઈ બોર્ડ સાથેનું એફિલિએશન સર્ટિફિકેટ
10. સ્કૂલના તમામ બિલ્ડીંગની ફાયર એનઓસી
11. સ્કૂલમાં ચાલતા તમામ ધોરણોની વર્ગવાર વિદ્યાર્થી સંખ્યા
12. સ્કૂલના શિક્ષકોની લાયકાત સાથેની યાદી
13. શિક્ષકોના પગારની એકાઉન્ટ નંબર સાથેની વિગતો
14. સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજોની માન્યતાના આધારો
15. કેમ્પસમાં આવેલ કોલેજની માન્યતા માટે આસીએસઈ બોર્ડ કે ગુજરાત બોર્ડ પાસેથી એનઓસી લીધી હતી કે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!