મોટેરા :કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં ડિમોલિશન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાછળ 29 મકાનો તોડી પાડાયા, 24 મીટર પહોળો TP રોડ ખુલ્લો કરાયો

SVP એન્ક્લેવને લઈ આસપાસનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

SVP એન્ક્લેવને લઈ આસપાસનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હેઠાત ઝડપ પકડી ગઈ છે. આજે વહેલી સવારથી જ મોટેરા-સાબરમતી વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળના બળદેવનગરમાં AMCએ ચાર હિટાચી, બે જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરો સાથે 29 રહેણાંક-વાણિજ્યિક મકાનોનું ડિમોલેશન હાથ ધર્યું હતું.
આ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ, કારણ કે રહીશોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે અરજી ફગાવી દેતાં અને ડબલ બેંચમાં પણ વચગાળાની રાહત ન મળતાં AMCએ તુરંત એક્શન લીધું.
આ રોડ ક્યાં જશે અને શા માટે મહત્વનો છે?AMCના પશ્ચિમ ઝોનના અધિકારીએ જણાવ્યું: “કોમનવેલ્થ ગેમ્સ માટે સમયમર્યાદા ખૂબ ઓછી છે. હાઇકોર્ટે માર્ગ મોકળો કરી દીધો છે, એટલે અમે ઝડપથી કામ પૂરું કરીએ છીએ. રહીશોને અગાઉથી નોટિસ અને વળતરની પ્રોસેસ પણ ચાલુ છે.”
આ કાર્યવાહીથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકાર અને AMC કોઈપણ કિંમતે સમયસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા મક્કમ છે. હવે નજર એ વાત પર છે કે આગામી 4-5 વર્ષમાં મોટેરા વિસ્તાર કેવી રીતે વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ હબમાં ફેરવાઈ જશે.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?