ગુજરાત ATS દ્વારા જાસૂસી કરતા 2 આરોપીઓની ધરપકડ
ATSએ દમણમાંથી એક મહિલા અને ગોવામાંથી 1 પુરુષ, એમ 2 જાસૂસોની ધરપકડ કરી

જાસૂસી કરતા ધરપકડ

જાસૂસી કરતા ધરપકડ
ગુજરાત ATS દ્વારા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા દમણમાંથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એ.કે. સિંહ સુબેદાર નામના એક વ્યક્તિની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓ પાકિસ્તાનના સંપર્કમાં હોવાનું અને દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી પહોંચાડતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ગુજરાત ATS એ બન્નેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
આર્થિક મદદ પહોંચાડનાર આર્મી સુબેદાર
ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એ.કે. સિંહ સુબેદાર પ્રાથમિક માહિતી મુજબ આર્મીમાં સુબેદાર હતો. તેનો મુખ્ય રોલ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરવાનો હતો. આ સિવાય, બન્ને જાસૂસ દ્વારા સતત સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ માહિતી વિદેશી નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી. ગુજરાત ATS માટે આ ધરપકડ એક મોટી સફળતા છે, કારણ કે સેના સાથે જોડાયેલા એક વ્યક્તિનું દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ થવું એ સુરક્ષા માટે ગંભીર મુદ્દો છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની આતંકીના ઘરે તપાસ
4 મહિનામાં 7 આરોપીઓ ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATS છેલ્લા 4 મહિનામાં કુલ 7 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા ઝડપી ચૂકી છે. આમાં 7 નવેમ્બર, 2025ના રોજ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદીઓ આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 4 મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ 4માંથી 2 વ્યક્તિ ગુજરાતની હતી, જ્યારે અન્ય 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત ATS દ્વારા આ ક્રમશઃ પગલાં દર્શાવે છે કે, રાજ્યમાં સઘન સુરક્ષા અને જાસૂસી વિરોધી નેટવર્ક મજબૂત રીતે કામ કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?