Ahmedabad: બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપાયું, 7 આરોપીઓની ધરપકડ કરી!
ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ અને હથિયાર અપાવ્યા હતા.

આરોપી પૈકી કોઈની પણ હથિયાર મેળવ્યા બદલ કોઈ રજિસ્ટરમાં સહી કરેલી નથી.

આરોપી પૈકી કોઈની પણ હથિયાર મેળવ્યા બદલ કોઈ રજિસ્ટરમાં સહી કરેલી નથી.
ગુજરાત ATS વધુ એક બોગસ હથિયાર લાયસન્સનું કૌભાંડ ઝડપી પડ્યું છે. આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓના નામ
1. મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન
2. અભિષેક રાજદેવ ત્રિવેદી
3. વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ
4.રાજેન્દ્રસિંહ રામબાબુસિંહ
5. અજય ભૂરેસિંહ સેંગર
6. શોલેસિંહ રામબાબુસિંહ સેંગર
7. વિજયસિંહ ભૂરેસિંહ સેંગર
આ આરોપીઓએ ઉત્તેરપ્રદેશના એટા જિલ્લાના શ્યામસિંહ ઉર્ફે રાજુ હુકમસિંહ ચૌહાણ તથા શ્યામસિંહ ઠાકુરની મદદથી દેવકાંત પાંડે ઘણી મોટી રકમ આપી તેમની પાસેથી ઉત્તરપ્રદેશ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સ પોતાના નામે બનાવડાવ્યા હતા. તેમજ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ અને હથિયાર અપાવ્યા હતા.
આ મામલે શખ્સોની પુછપરછ અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતના ઘણા માણસોએ વર્ષ 2019થી 2022 ના સમયગાળા દરમિયાન ઉત્તરપ્રદેશના એજન્ટ દેવકાન્ત પાન્ડે મારફતે એટા,ઉત્તરપ્રદેશ થી ખોટા લાયસન્સો બનાવી હથિયારો મેળવ્યા છે.
માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ની અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાત લોકો પાસેથી 3 રિવોલ્વર તથા 187 રાઉન્ડ,4 પિસ્તોલ અને 98 રાઉન્ડ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉંન્ડ રીકવર કરી જપ્ત કરવામાં આવ્યું હતું.
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,તમામ આરોપીઓ તેમના હથિયાર લાયસન્સમાં જણાવેલા એટાના સરનામે કોઈ દિવસે રહેવા કે વેપારધંધો કે નોકરી કરવા ગયા નથી. હથિયાર લાયસન્સ મેળવામાં માટે એટા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. આરોપી પૈકી કોઈની પણ હથિયાર મેળવ્યા બદલ કોઈ રજિસ્ટરમાં સહી કરેલી નથી.
ATS દ્વારા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. અને તેમની જોડેથી વધુ માહિતી પણ મેળવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!