અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત સરકારી હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં એક શરમજનક ઘટના સામે આવી છે.હોસ્પિટલના કેમ્પસની અંદર આવેલા મહિલાઓ માટેના શુલભ શૌચાલયમાંથી એક તજીદેવાએલી હાલતમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા તંત્રમાં ભારે ફફડાટ મચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ બપોરે લગભગ શુલભ શૌચાલયમાં સફાઈ કામદારો નિયમિત સાફ સફાઈ કરી રહ્યા હતા.તે દરમ્યાન અંતિમ કેબીનમાં મૂકેલી પ્લાસ્ટિકની ડોલમાંથી એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.તરત જ સફાઈ કર્મચારી છન્નુ રામજી ઝાએ આ ઘટનાની જાણ સોલા સિવિલ હોસ્પિટલના સુરક્ષા સ્ટાફને કરી હતી.સુરક્ષા સ્ટાફે પોલીસને જાણ કરતાં તરત જ સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બાળક અધૂરા મહિનાનો તાજું જન્મેલું અને સ્ત્રી જાતિના લિંગનું છે.બાળકને જન્મજાત જ કોઈ અજાણી મહિલાએ શૌચાલયમાં પ્લાસ્ટિક ડોલમાં મૂકી દેવામાં આવ્યું હોવાનું અનુમાન છે.અત્યાર સુધી કોઈ વાલી-વારસ તપાસમાં મળ્યો નથી.પોલીસે તાત્કાલિક પંચનામું કરી બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.સાથે સાથે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ખંગાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી સાચી આરોપીની ઓળખ કરી શકાય.
આ અંગે ફરિયાદ નોંધાવનાર ઈન્વેસ્ટીગેશન ઓફિસરે જણાવ્યું કે અજાણી સ્ત્રી સામે IPC કલમ ૬૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને બાળકને ત્યજી નાશી ગયેલા જવાબદારને શોધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના સામે આવતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ માનવતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સમાજમાં યુવતીઓમાં આ પ્રકારની અમાનવીય હરકતો અટકાવવા માટે સજાગતા અને સહાયકારક વ્યવસ્થા જરૂરી હોવાનું તબીબી વૃત્તમાં ચર્ચાઈ રહ્યું છે.
આવી રીતે કોઈ નાની બાળકીને થોડી ફેકી શકે છે.માનવીની અંદર માનવતા દૂર થતી જોવા મળી રહી છે. આવી નવજાત બાળકીને આવી રીતે ત્યજી દેવીએ સમાજ માટે અને લોકોને ખોટી રીતે સંદેશો આપવા માટે આ બવ જ ખરાબ સંદેશો છે.સરકાર દ્વારા આવા અનેક પ્રચાર કરવામાં આવે છે.'બેટી બચાવો બેટો પઢાવો' જેવા અનેક સૂત્રો સમાજને આપે છે.પણ સમાજમાં આવા અનેક એવા દુષ્કર્મીઓ જોવા મળે છે.જે આવી રીતે સમાજમાં બાળકીને જન્મવા દેતા નથી અને બાળકી જો જન્મે તો તેને કચરામાં ફેકી દેતા હોય છે. ઘણા સમાજોમાં આવા અનેક લોકો હોય છે.છોકરો અને છોકરીમાં ભેદ રાખતા હોય છે.છોકરી કરતાં છોકરાને વધારે મહત્વ આપતા હોય છે.