સેટેલાઈટ માનસી ટાવર નજીકના વૈભવ ટાવરમાં રહેતા વૃધ્ધ ડોકટર નરેશભાઈ ઈલવાણીની હત્યા કરી ભાગી ગયેલા માનસિક રીતે અસ્થિર દીકરા વરુણની પોલીસે ધરપકડ કરી હતી.પિતાની હત્યા કર્યા બાદ વરુણ 1 કલાક સુધી તેમના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો.ત્યારબાદ નાહી -ધોઈને ઓનલાઈન બુકિંગ કરાવીને જલસા કરવા થાઈલેન્ડ પહોંચી ગયો હતો.જો કે તેની પાસે ₹ 80 હજાર હતા.પતી જતા પાછો આવી ગયો હતો.

વરુણ 24 કલાક માંથી મોટા ભાગનો સમય રુમમાં પુરાઈ રહેતો હતો અને મોડી રાતે મિત્રો સાથે ફરવા નીકળી જતો હતો. આખી રાત તે મિત્રો સાથે ઐયાશી કરતો હતો.કોઈ પણ પ્રકારનું કામકાજ કરતો નહતો.આ વ્યવહારથી ઘરના સભ્યો હેરાન હતા.વરુણને આ કારણે એક અન્ય ફેલ્ટ લઇ આપવામાં આવ્યો હતો.પિતા નરેશ વરુણનું ધ્યાન રાખવા તેની સાથે ફેલ્ટ પાર રહેતા હતા અને પરિવાર અન્ય ફેલ્ટમાં રહેતો હતો.અવાર નવાર વરુણ પિતા નરેશભાઈને કહેતો હતો કે તમે મમ્મી અને બહેન સાથે રહેવા જતા રહો અને આ મકાન મારા નામે કરી દો.
27 જૂનના રોજ નરેશભાઈ એ દરવાજો ખખડાવતા વરુણ એ દરવાજો ખોલ્યો ન હતો.નરેશભાઈએ મિસ્ત્રીને બોલાવી દરવાજો તોડ્યો હતો.આ બાબતનું વરુણને ખોટું લાગ્યું હતું.રાત્રે તેમના જ ઘરમાં દીકરા વરુણે ગળામાં ચપ્પાના 2 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.હત્યા કર્યા બાદ વરુણ 1 કલાક સુધી તેમના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો.ત્યારબાદ નાહી -ધોઈને ઓનલાઈન બુકિંગ કરાવીને જલસા કરવા થાઈલેન્ડ પહોંચી ગયો હતો.જો કે તેની પાસે ₹ 80 હજાર હતા.જે પતી જતા પાછો આવી ગયો હતો.થાઈલેન્ડથી પાછો આવ્યો અને પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી