Ahmedabad: ચાંદખેડામાં ન્યુડ વીડિયોના બ્લેકમેઇલથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો!
મૃતક યુવતીએ વિડીયો વાયરલ થવાના ડરથી આપઘાત કર્યો હતો

યુવતી ન્યુડ વિડીયો ડિલીટ કરવા માટે મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

યુવતી ન્યુડ વિડીયો ડિલીટ કરવા માટે મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
અમદાવાદમાં આત્મહત્યાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે.ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીએ 14માં માળેથી છલાંગ મારી આપઘાત કર્યો હતો.પ્રેમીએ ન્યુડ વિડીયો બનાવીને યુવતીને બ્લેકમેઈલ કરતાં યુવતીએ આપઘાત કર્યો હતો.મૃતક યુવતી અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો.હાર્દિક રબારી અને મોહિત બંનેએ યુવતીનો ન્યુડ વિડીયો બનાવીને બ્લેકમેઈલ કરતાં હતા.
મૃતક યુવતી મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઈન પણ ગીરવે મૂકવી દીધી હતી.યુવતી ન્યુડ વિડીયો ડિલીટ કરવા માટે મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસની હાજરીમાં વિડીયોઝ ડિલીટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેઇલ કરતાં હતા. મૃતક યુવતીએ વિડીયો વાયરલ થવાના ડરથી આપઘાત કર્યો હતો.આ સમગ્ર મામલો જાણ્યા બાદ ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!