અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.શિવરંજની ચાર રસ્તા નજીક સંગાથ ટાવરમાં પોલીસે રેડ પાડીને નબીરાઓને ઝડપી પડ્યા છે. દારૂની મહેફિલ માણતા 6 યુવક અને 1 યુવતી પણ ઝડપાઈ છે. પોલીસે પ્રોહિબિશનનો એક્ટનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
PG અને ભાડાના ફ્લેટમાં ચાલતી હતી દારૂની મહેફિલ:
અમદાવાદના સેટેલાઈટમાં પોલીસે દારૂની મહેફિલ ચાલતી હતી અને ત્યાં જઈને રેડ કરી છે,પીજીમાં રહેતા લોકો દારૂની મહેફિલ માણતા હોવાની વાત સામે આવી છે.સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,તો પોલીસને માહિતી મળી હતી કે એક પીજીમાં દારૂની મહેફિલ ચાલી રહી છે ત્યારે ત્યાં જઈને તપાસ કરતા સામે આવ્યુ કે,1 યુવતી અને 6 યુવકો નશામાં ચકચૂર હતા અને પોલીસે ત્યાં જઈને તેમની અટકાયત કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે આ દારૂ નું વેચાણ ક્યાંથી થાય છે. પોલીસ દ્વારા આવા દારૂ વેચનાર પર કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમના પર મોટું એક્શન લેવું જોઈએ જેનાથી તેઓ બીજી વાર આવી રીતે દારૂની હેરા-ફેરી ના કરી શકે બુટલેગરો આવી રીતે દારૂનું ખૂલે આમ વેચાણ કરી રહ્યા છે.આવા આરોપીઓ પર શક્ત કાર્યવાહી થવી જોઈએ.નવ યુવાન લોકો પણ આજના સમયમાં આવી રીતે દારૂના નાશ માં ચડી ગયા છે.પોતાના ઘરથી દૂર મિત્રની સંગતમાં આવી ને દારૂની મહેફિલ કરતાં થઈ ગયા છે.અને આજકાલ તો દારૂ પીવાનો ટ્રેન્ડ થઈ ગયો છે.નાની વયના બાળકો પણ દારૂ અને સીગરેટનો સેવન કરતાં થઈ ગયા છે.

શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા સંગાથ ટાવરમાં દરોડા:
શહેરના પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાતી રહે છે અને પોલીસ આવી મહેફિલમાં કાર્યવાહી પણ કરતી હોય છે,પીજી રાખીને ભાડે રહેતા યુવક-યુવતીઓ આ રીતની પાર્ટી કરતા રહેતા હોય છે, ત્યારે સેટેલાઈટ પોલીસે પણ દારૂની મહેફિલમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂની 2 ખાલી બોટલ અને દારૂ પાર્ટીનો સામાન જપ્ત કર્યો છે,પોલીસે તમામ લોકોનો મેડિકલ રીપોર્ટ પણ કરાવ્યો છે અને જે પીજીમાં રહેતા હતા તેના સંચાલકને પણ જાણ કરવામાં આવી છે.
