બેંગલુરુના અતુલ સુભાષ બાદ ગુજરાતનો સુરેશ
વીડિયો બનાવી કહ્યું- એને પાઠ ભણાવજો

બોટાદમાં 'બેંગ્લુરુ' જેવી ઘટના, પત્નીથી કંટાળી યુવકનો આપઘાત

બોટાદમાં 'બેંગ્લુરુ' જેવી ઘટના, પત્નીથી કંટાળી યુવકનો આપઘાત
ગુજરાતના બોટાદમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શખસે એક વીડિયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને પરિવારજનોને તેને પાઠ ભણાવવાની વિનંતી કરી છે. ગુજરાત પોલીસે શખસની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બેંગલુરૂમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ દેશના અલગ-અલગ વિસ્તારમાંથી આવા કેસ સામે આવી રહ્યા છે.
ગુજરાતના બોટાદમાં ઝમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવાગામની યુવતિ સાથે થયા હતાં. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું. પતિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો છે કે, મારી પત્ની કોઈને કોઈ કારણોસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મે અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો, તો પત્નીએ પાછું આવવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરૂ છું કે, આ માટે મારી પત્નીને પાઠ ભણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી દીધો હતો.
આત્મહત્યા બાદ સુરેશના પરિવારજનોને તેના ફોનમાંથી આ વીડિયો મળ્યો. સુરેશના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં તેણે પોતાની વહુ જયાબેન પર દીકરાને માનસિક રૂપે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારે ફરિયાદમાં નોંધાવ્યું કે, વહુ વારંવાર દીકરા સાથે ઝઘડો કરતી હતી અને પિયરે જતી રહેતી હતી. સુરેશ સાસરે પત્નીને મનાવવા માટે ગયો હતો, પરંતુ તેણે પરત આવવાનો ઈનકાર કરી દીધો. જેનાથી નિરાશ થઈ સુરેશે ઘરે આવી ગળે ફાંસો ખાધો. આગળ વાત કરતા મૃતકના માતા-પિતાના કહેવા મુજબ જયાબેન તેના પતિ સુરેશભાઈ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહી અપમાનિત કરતા હતા. ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહીત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોય, સુરેશભાઈ સાથે મારપીટ કરવી અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકે પણ વીડિયોમાં મને છેતરીઓ છે. જેથી જિંદગીભર સબક દેજો તેવું વીડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે.
સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.