વરસાદના વિરામ બાદ આઠમે ફરી છવાયો નવરાત્રીનો જાદુ
વરસાદ બાદ ગુજરાતમાં ગરબા મેદાનો ફરી ખીલી ઉઠ્યાં, અમદાવાદના મેદાનો ખેલૈયાઓથી છલકાયા

આઠમે ફરી છવાયો નવરાત્રીનો જાદુ

આઠમે ફરી છવાયો નવરાત્રીનો જાદુ
છેલ્લા બે દિવસથી વરસી રહેલા અણધાર્યા વરસાદના વિરામ બાદ ગઈકાલે નવરાત્રિના આઠમા નોરતે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ગરબાનો માહોલ જામ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઊભરાઈ ગયા હતા. વરસાદે ખમૈયા કરતા યુવાધણનો ઉત્સાહ બમણો વધી ગયો હતો, અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ખેલૈયાઓએ મોડી રાત સુધી લોકપ્રિય ગીતો પર તાલબદ્ધ રાસની રમઝટ બોલાવી હતી.
વડોદરા અને અમદાવાદનો ઉત્સાહ
વડોદરામાં બે દિવસના વિરામ બાદ યુનાઇટેડ વે અને LVP હેરિટેજ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો જંગી મેળાવડો જોવા મળ્યો હતો. ખેલૈયાઓના અખૂટ ઉત્સાહને ધ્યાનમાં રાખીને LVP હેરિટેજ ગરબા દશેરાના દિવસે પણ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ સિંધુભવન રોડ પરના હેરિટેજ ગરબામાં સિનિયર સિટીઝન અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, ગ્રાઉન્ડમાં કાદવ-કીચડના કારણે ઓગણજ સર્કલ પાસેના રાસ રાત્રિ ગરબાને છેલ્લા બે દિવસ માટે રદ કરવાની ફરજ પડી છે.
સુરત: 'ઓપરેશન સિંદૂર' થીમ પર દેશભક્તિ
આઠમના મહાપર્વ નિમિત્તે સુરત શહેરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. વરાછા વિસ્તારમાં આવેલા માં ઉમિયા ધામ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 25,000થી વધુ દીવડાઓ વડે મા જગદંબાની અલૌકિક મહાઆરતી કરવામાં આવી હતી. આ વર્ષે આયોજકોએ 'ઓપરેશન સિંદૂર' પર આધારિત વિશિષ્ટ થીમ રાખીને આ મહાઆરતી ભારતીય સેનાના જવાનોને સમર્પિત કરી હતી. આ ઉપરાંત, જહાંગીરાબાદ વિસ્તારના ડાહીમાનગરમાં 400 મીટર લાંબા રોડ પર એકસાથે 6 લાઈનમાં 4000જેટલા લોકોએ સામૂહિક રાસ રમીને અનોખો માહોલ સર્જ્યો હતો, જેના ડ્રોન શૉટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાજકોટ: પાર્ટી પ્લોટથી શેરી ગરબાની ધૂમ
રાજકોટમાં પણ નવરાત્રિની ધૂમ જોવા મળી હતી. કડવા પાટીદાર સમાજ આયોજિત ક્લ્બ યુવી રાસોત્સવમાં 'જય જય મા ઉમિયા'ના નાદ સાથે મહાઆરતી અને આતશબાજી કરવામાં આવી હતી. રાજકોટમાં મોટા પાર્ટી પ્લોટના ગરબાની સાથે સાથે પ્રખ્યાત પવનપુત્ર ગરબી અને શેરી ગરબામાં પણ અવનવા રાસે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં હવે ખેલૈયાઓ બાકીના દિવસોમાં આ ઉત્સવને ભરપૂર માણી લેવા માટે થનગની રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!