સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ
PSIની ભરતી માટે 5 કિલોમીટરની દોડ સમયે યુવક બેભાન થઈ ઢળી પડ્યો

પોલીસ ભરતીમાં દોડતા યુવકનું મૃત્યુ

પોલીસ ભરતીમાં દોડતા યુવકનું મૃત્યુ
વાવ ખાતે આજે સવારે એક દુઃખદ ઘટના બની છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષાની દોડ દરમિયાન 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીતનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે.
વાલિયા SRP જૂથ-10 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર PSIની ભરતી માટે 5 કિલોમીટરની દોડમાં જોડાયા હતા. જ્યારે તેઓ સવારે 4:45 વાગ્યે દોડતી વખતે અચાનક બેભાન થઈને મેદાનમાં ઢળી પડ્યો હતો.
ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તરત જ CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ તેમની સ્થિતી વધારે ગંભીર બનતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા હાજર ડૉક્ટરો દ્વારા તેને સવારે 5:30 વાગ્યે મૃત્ય જાહેર કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ તપાસ માટે C.H.C. હોસ્પિટલ, કામરેજ મોકલવામાં આવ્યો છે. આ દ્રિહ્ખ દુઃખદ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકનું વાતાવરણ છે.
ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.