વડોદરામાં વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં લાવી દારૂની બોટલ
અન્ય વિદ્યાર્થીઓએ આ અંગે તેમના વાલીઓને જાણ કરતા રોષ ફેલાયો, સ્કૂલ સત્તાવાળાઓએ આ વાતનો સાવધાનીપૂર્વક નિકાલ કર્યો હતો

વડોદરામાં વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં લાવી દારૂની બોટલ

વડોદરામાં વિદ્યાર્થિની સ્કૂલ બેગમાં લાવી દારૂની બોટલ
વડોદરા: વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા અંબે વિદ્યાલયમાં સોમવારે એક વિદ્યાર્થીનીએ પોતાની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતાં હોબાળો મચી ગયો. અન્ય વિદ્યાર્થીઓએ આ અંગે તેમના વાલીઓને જાણ કરતા રોષ ફેલાઈ ગયો.
6 જાન્યુઆરીના રોજ બપોરે, અંબે વિદ્યાલયના સ્ટેટ બોર્ડ બિલ્ડિંગમાં રિસેષના સમય દરમ્યાન ધો. 9ની ક્લાસમાં આ ઘટના બની. એક વિદ્યાર્થીનીએ સ્કૂલ બેગમાં વ્હીસ્કી લાવ્યા બાદ અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓને તે હવામાં લહેરાવી બતાવતી હતી. રિસેષનો સમય હોવાથી ક્લાસમાં કોઈ શિક્ષક કે અન્ય વિદ્યાર્થીઓ હાજર નહોતા, પરંતુ જ્યારે વિદ્યાર્થી બોટલ ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે એક બીજો વિદ્યાર્થી ક્લાસમાં આવી ગયો, જેથી બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી.
સ્કૂલ સત્તાવાળાઓએ આ વાતનો સાવધાનીપૂર્વક નિકાલ કર્યો હતો અને જે વિદ્યાર્થીની બોટલ લાવી હતી તેને પરીક્ષાને લઈ સ્કૂલમાં ન આવવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ, અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓનાં ક્લાસ બદલી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ સામે ન જાય એ માટે કાળજી રાખવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ આ વાત વાલીઓને જાણ કરી, જેના કારણે આ મામલો બહાર આવી ગયો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.