સુરત એરપોર્ટ ઉપર બની અજીબોગરીબ ઘટનાઃ મધમાખીઓનાં ઝુંડે ફ્લાઈટ રોકી!
જયપુર જતી ફ્લાઈટ ઉપર મધમાખીઓ બેસી જતાં ધુમાડો અને પાણીનો મારો ચલાવી ભગાડી

ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલાં મધમાખીઓનું ઝુંડ વિમાનના પાંખીયા ઉપર બેસી ગયું હતું

ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ કરે તે પહેલાં મધમાખીઓનું ઝુંડ વિમાનના પાંખીયા ઉપર બેસી ગયું હતું
સુરત એરપોર્ટ ઉપર સોમવારે અજીબો ગરીબ ઘટના બની હતી. સુરતથી જયપુર જતી ઈન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલાં હજારો મધમાખીઓનું ઝુંડ વિમાનના પાંખીયા ઉપર બેસી ગયું હતું. જેના કારણે એરપોર્ટ ઉપર માખીઓ ભગાડવા માટે ધુમાડો કરવો પડ્યો હતો.
તેમ છતાં મધમાખીઓ નહી જતાં એરપોર્ટના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી મધમાખીઓના ઝુંડને ભગાડ્યું હતું. એક કલાકની જહેમત બાદ મધમાખીઓને ભગાડવામાં સફળતા મળી હતી. જો કે, મધમાખીઓના કારણે જયપુરની ફ્લાઈટ એક કલાક મોડી પડી હતી.
સુરત એરપોર્ટ ઉપર સોમવારે સાંજે સુરતથી જયપુરની ઈન્ડિગોની ફ્લાઈટમાં તમામ મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. તમામ મુસાફરોનો સામાન પણ વિમાનમાં લોડ થઈ રહ્યો હતો. તેવામાં મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ તરફ ધસી આવ્યું હતું. વિમાનમાં લગેજના દરવાજા પર હજારો મધમાખીઓ બેસી ગઈ હતી. હજારો મધમાખીઓના ઝુંડના કારણે એરપોર્ટ ઉપર દોડધામ મચી ગઈ હતી.
મધમાખીઓને ઉડાવવા માટે સૌથી પહેલાં ધુમાડો કરવામાં આવ્યો હતો. ધુમાડો કરવા છતાં મધમાખીઓ પ્લેન પરથી ઉડી નહોતી. તેથી એરપોર્ટ ઉપરના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી મધમાખીઓને ઉડાડવામાં સફળતા મળી હતી.
મધમાખીઓનું ઝુંડ વિમાનના પાંખીયા ઉપર બેસી જવાની ઘટનાને લઈને સુરતથી જયપુર જતી ફ્લાઈટ એક કલાક બાદ ટેકઓફ થઈ હતી. મધમાખીઓના કારણે મુસાફરો પણ એક કલાક પ્લેનમાં અકળાઈ ગયા હતા.
એક કલાકની જહેમત બાદ મધમાખીઓને ઉડાવવામાં સફળતા મળતા પ્લેનમાં બેસેલા મુસાફરો અને એરપોર્ટના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ ઉપર વિમાનના પાંખીયા ઉપર મધમાખીઓનું ઝુંડ બેસવાની ઘટના કદાચ પ્રથમ વખત બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!