ઉત્તરાયણ પહેલા જ દોરી ઘાતક- યુવકનો ભોગ લીધો
છોટાઉદેપુરમાં દુર્ઘટના: ગળા પર દોરી ફરી વળતા મોત, આટલી કાળજી રાખો

છોટા ઉદેપુરમાં પતંગની દોરીએ યુવકનો ભોગ લીધો

છોટા ઉદેપુરમાં પતંગની દોરીએ યુવકનો ભોગ લીધો
ઉત્તરાયણનો તહેવાર હજી દૂર છે, પરંતુ પતંગરસિયાઓ દ્વારા વહેલી શરૂઆત થઇ ચૂકી છે. આ પતંગબાજી છોટાઉદેપુરના એક યુવક માટે ઘાતક સાબિત થઈ છે. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલક જગદીશભાઈ તરબડાનું પતંગની દોરી ગળામાં આવી જતાં કરુણ મોત થયું છે.
જગદીશભાઈ તરબડા બોડેલીથી ડભોઇ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગળાના ભાગે લટકતો દોરો ફસાઈ જતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરીની ધારને કારણે ગળામાં ઊંડો ઘાવ પડતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર જોખમી દોરીની ઘાતકતા અને સલામતીના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સલામતી માટે અત્યંત જરૂરી કાળજી
ઉત્તરાયણ નજીક આવતા જ, રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકો માટે પતંગની દોરી જીવન માટે જોખમી બની શકે છે. આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે વાહનચાલકો અને નાગરિકોએ નીચે મુજબની કાળજી લેવી અનિવાર્ય છે:
ગળાનું રક્ષણ: ટુ-વ્હીલર ચલાવતી વખતે વાહનચાલકે ગળા પર મફલર, સ્કાફ અથવા નેક શિલ્ડ પહેરવું ફરજિયાત છે. માથે હેલ્મેટ અને મોં પર રૂમાલ પણ પહેરવો જોઈએ.
બાઇકમાં સેફ્ટી ગાર્ડ: બાઇક, સ્કૂટર કે મોપેડના હેન્ડલ પર લોખંડના સળિયાનું સેફ્ટી ગાર્ડ લગાવી શકાય છે. આ ગાર્ડ દોરીને વ્યક્તિ સુધી પહોંચતા પહેલા રોકી શકે છે.
બાળકોની સલામતી: ટુ-વ્હીલર પર બાળકોને આગળ બેસાડવાને બદલે પાછળ બેસાડવા જોઈએ અને તેમના ચહેરા અને હાથ કવર થાય તેવા વસ્ત્રો પહેરાવવા જોઈએ.
ધીમી ગતિ: વાહન હંમેશા મર્યાદિત ગતિમાં ચલાવવું, ખાસ કરીને બ્રિજ કે સિંગલ રોડ પરથી પસાર થતી વખતે, જેથી દોરી પડે તો વાહન તાત્કાલિક ઊભું રાખી શકાય.
વધારાની સાવચેતી: વીજળીના તારમાં ફસાયેલા પતંગ લેવાનું ટાળો. હાથ અને પગના રક્ષણ માટે ગ્લોવ્ઝ અને બૂટ પહેરવા હિતાવહ છે.
આ દુર્ઘટના ચેતવણી આપે છે કે ઉત્તરાયણ પહેલા પણ લોકોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?