સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો,
ફી નહીં ભરવાને લઇને દીકરીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોઇલેટ પાસે ઊભી રાખી હતીઃ પરિજનો

વિદ્યાર્થિનીના પિતાનો સ્કૂલ પર ગંભીર આક્ષેપ

વિદ્યાર્થિનીના પિતાનો સ્કૂલ પર ગંભીર આક્ષેપ
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. તેના માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.
વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે પરિવારે કરેલા આક્ષેપો ને શાળા સંચાલકોએ ફગાવ્યા.
શાળા સંચાલકો અને શિક્ષકો સહિત ક્લાસ મેટનો મોટો ખુલાસો સામે આવ્યો ફી બાબતે કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું નહોતુ.મૃતક વિદ્યાર્થિની અન્ય યુવક જોડે મોબાઈલ પર વાત કરતી હતી, જે રેકોર્ડિંગ પિતાના હાથે લાગ્યું હતું જેથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને આ મૃતક વિદ્યાર્થિનીએ આપધાત કર્યો
શાળા તરફથી ફી બાબતે જરાય ઠપકો આપવામાં આવ્યો નથી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.