પિતાની ભૂલે 7 મહિનાની બાળકીનો જીવ લીધો
ખેતરમાં ટ્રેક્ટર રિવર્સ લેતા પુત્રી કચડાઈ જતા મોતને ભેટી, પરિવારમાં શોકનો માહોલ

પરિવારમાં શોકનો માહોલ

પરિવારમાં શોકનો માહોલ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી પિતાની બેદરકારીનો શિકાર બની છે. ખેતરમાં કામ કરતા પિતાએ ટ્રેક્ટર રિવર્સ લેતા 7 મહિનાની બાળકી કચડાઈ જતા મોતને ભેટી હતી. બાળકીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતે વાત કરીએ તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મધુવન ફાર્મ પાસે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યું હતું. આ દરમિયાન સાત મહિનાની બાળકીના પિતા ટ્રેક્ટર પર કામ કરતા હતા અને બાળકી ત્યાં સૂતી હતી. ત્યારે ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકીના પિતાને બાળકી ત્યાં હાજર છે કે નહીં તે ધ્યાન પર ન રહેતા ટ્રેક્ટરનું પાછળનું વ્હીલ બાળકી પર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
હાલ તો બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.