રહેણાંક મકાનમાંથી 7 કિલો ગાંજો અને 5 લાખ રોકડ જપ્ત
SOGના દરોડામાં બે મહિલા સહિત ત્રણ ઝડપાયા; ફરાર માસ્ટરમાઇન્ડની શોધખોળ શરૂ

બાપુનગરમાં ચાલતો હતો ગાંજાન વેપાર

બાપુનગરમાં ચાલતો હતો ગાંજાન વેપાર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાપુનગર વિસ્તારમાં ડ્રગ્સની પ્રવૃત્તિ ચલાવતા એક રેહણાંક મકાન પર દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં SOGની ટીમે લગભગ ૭ કિલો ગાંજો અને રૂ. ૪.૯૦ લાખની રોકડ જપ્ત કરી છે.
બાતમીના આધારે દરોડા:
SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, બાપુનગરના શાંતિનગર સ્થિત ભવાની ચોકમાં રહેતો અબ્દુલકાદિર ઉર્ફે બાબુ જાવદ ખાન પઠાણ તેની પત્ની અને સહયોગીઓની મદદથી તેના ઘરેથી ગાંજો વેચી રહ્યો છે.
SOGની ટીમે દરોડો પાડ્યો ત્યારે ઘર તરફ જતી ગલીમાંથી રફીક શેખ (૪૦) નામનો એક શખ્સ ઝડપાયો હતો. ઘરમાંથી મુખ્ય આરોપીની પત્ની સોનીબાનુ (૨૭) સહિત બે મહિલાઓ મળી આવી હતી. તપાસ દરમિયાન સોનીબાનુ પાસેથી ગાંજા ભરેલી થેલીઓ મળી આવી હતી.
જપ્ત કરાયેલો મુદ્દામાલ:
ઘરના બીજા માળેથી ૬.૯૫ કિલો ગાંજો, માદક દ્રવ્યોના વેચાણમાંથી મળેલી શંકાસ્પદ રૂ. ૪,૯૦,૦૦૦ ની રોકડ, ચાર મોબાઇલ ફોન અને CCTV કેમેરા સાથે જોડાયેલું DVR મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૮.૬૧ લાખ આંકવામાં આવી છે.
માસ્ટરમાઇન્ડ ફરાર:
જોકે, આ સમગ્ર ગાંજાના વેચાણ નેટવર્કનો કથિત માસ્ટરમાઇન્ડ અબ્દુલકાદિર ઉર્ફે બાબુ જાવદ ખાન પઠાણ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો. SOGની ટીમે હાલમાં બે મહિલાઓ સહિત ત્રણની અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરી છે. FSL પરીક્ષણમાં જપ્ત કરાયેલો પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ છે. SOGએ ફરાર માસ્ટરમાઇન્ડને ઝડપી લેવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?